ઝી ન્યૂઝ/ગાંધીનગર: રાજયના 22 જિલ્લાઓમાં પશુઓમાં જોવા મળેલા લમ્પી સ્કીન ડીસીઝના નિયંત્રણ માટે રાજય સરકાર સતત ચિતિંત બની છે અને સમયસર પગલાંઓ લઈ રહી છે. ત્યારે પશુપાલકો માટે એક ખુશીના સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં લમ્પી વાયરસ કાબૂમાં હોવાનો કૃષિ અને પશુપાલન મંત્રીનો દાવો કર્યો છે અને પશુપાલકોને સહેજ પણ ગભરાવવાની જરૂર ના હોવાની વાત કરી છે. માત્ર સતર્ક રહી સહયોગ આપવાની જરૂરિયાત બતાવી છે. રાજયનું સમગ્ર વહીવટી તંત્ર સંભવિત પરિસ્થિતિને પહોચી વળવા સુસજ્જ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કૃષિ અને પશુપાલન મંત્રીએ આજે પશુપાલન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને સર્વગ્રાહી સમીક્ષા કર્યા બાદ મિડીયાને વિગતો આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ લમ્પી રોગ સંદર્ભે સતત મોનિટરીંગ કરીને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. તેમની સૂચનાનુસાર રાજયનું સમગ્ર વહીવટીતંત્ર ખડેપગે તૈનાત છે. એટલું જ નહીં, પશુઓને સારવાર સહિતની તમામ સુવિધાઓ સત્વરે પુરી પાડવા સંબંધિતોને સૂચનાઓ પણ આપી દેવાઈ છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube