ઝી ન્યૂઝ/બ્યુરો: રાજ્યમાં કોરોના સંક્રમણ ફેલાતા ગુજરાતીઓનો પ્રિય એવા ઉત્તરાયણના તહેવારના રંગમાં ભંગ નાંખ્યો છે. સમગ્ર રાજ્યમાં કોરોનાના જેટલા કેસ નોંધાઈ રહ્યા છે, તેના અડધો અડધ કેસ ખાલી અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. જેના કારણે સરકારને નિયંત્રણો લાવવા પડ્યા છે. લોકોને કોરોના નિયમોનું પાલન કરવાનું કહેવાઈ રહ્યું છે. પોલીસે ઉત્તરાયણને લઈને એક જાહેરનામું બહાર પાડ્યું છે અને લોકોને ભીડ ભેગી ન કરવા જણાઈ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તરાયણ આવે ત્યારે રસિયાઓ અને વિદેશીઓમાં કોટ વિસ્તારમાં ધાબા ભાડે લેવા ભારે ક્રેઝ હોય છે, બીજી બાજુ આપનાર લોકોની સંખ્યા પણ વધી જતી હોય છે. પરંતુ કોરોનાનાં કેસ વધતાં અમદાવાદના ખાડિયામાં ધાબાઓ ભાડા આપવાનું રદ કરાયું હોવાના સમાચાર મળી રહ્યા છે. સરકારે નવી SOP જાહેર કરતા ધાબા ભાડે આપવાનો ધંધો પડી ભાંગ્યો છે. તમને જણાવી દઈએ કે નવી SOP પહેલા શહેરમાં 25 ધાબા ભાડે અપાયા હતા.


'મારા પરિવારમાં અગાઉ દોરીને લીધે દુર્ઘટના સર્જાઈ છે...' ઉતરાયણમાં દોરાથી ગળું ન કપાય તે માટે અમદાવાદીઓ સજાગ


કોટ વિસ્તારની ઉત્તરાયણ વિશ્વ પ્રખ્યાત છે. પશ્ચિમ વિસ્તાર સહિત દેશ-વિદેશના લોકો કોટ વિસ્તારમાં ધાબા ભાડે રાખીને ઉત્તરાયણની ઉજવણી કરવા અહીં ધાબા ભાડે લેતા હોય છે. કોરોનાના સતત બીજા વર્ષમાં ધાબા ભાડે આપીને પરિવારોને આર્થિક મદદ મળી રહે તે આશા પર પાણી ફેરવાઇ ગયું છે


ખાડિયાના સ્થાનિકો જણાવી રહ્યા છે કે દેશવિદેશથી લોકો ધાબા ભાડે રાખતા હોય છે. કોરોના મહામારીના વર્ષોમાં ધાબા ભાડે આપવાના ધંધામાં ઘટાડો નોંધાયો છે. આ વર્ષે ઉજવણીની આશા જીવંત થતાં ધાબા ભાડે આપવાની શરૂઆત કરી હતી. પરંતુ કોરોના ફરી આક્રમક થતાં મોટાભાગના ધાબા ભાડે આપવાના આયોજનને રદ કર્યું છે. અને બૂકિંગ પેટે લીધેલી રકમ પણ પરત આપવામાં આવી રહી છે.


ઉત્તરાયણમાં લોકો અગાસી પર કેમ મોડાં જશે? હવામાન વિભાગે કરી મોટી આગાહી


અન્ય લોકો જણાવી રહ્યા છે કે ઉત્તરાયણમાં બે દિવસ માટે અમે ધાબુ ભાડે આપીએ છીએ. તેમાં સુવિધાના ભાગરૂપે પતંગરસિયાઓને ભોજનમાં ઉંધિયું, જલેબી, લીલવાની કચોરી સાથે સ્વાદિષ્ટ ભોજન અને સાંજનો ચા-નાસ્તો પણ પીરસીએ છીએ. જે માટે ખાસ ઓર્ડર પણ આપવામાં આવતો હતો. આ વર્ષે પણ આપી દેવાયો હતો, પરંતુ ઉત્તરાયણને લઈને સ્વયંશિસ્ત સાથે તમામ આયોજન રદ કરી દેવાયા છે. તેમજ એડવાન્સ પેટે આપેલ રકમ પણ પરત આપી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube