ઉદય રંજન/અમદાવાદ: સ્પોકન ઈંગ્લિશના ક્લાસ ચલાવનાર શિક્ષકની ખોખરા પોલીસે બળાત્કારના કેસમાં ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે કલાસની વિદ્યાર્થીની એ જ શિક્ષક સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડંકાની ચોટ પર આ તારીખો લખી રાખજો! અંબાલાલની આ આગાહી સાચી પડી તો..! ગુજરાતમાં મહાખતરો


અમદાવાદ ના ખોખરા પોલીસ સ્ટેશનની ગિરફ્ત માં ઉભેલા શખ્સનું નામ છે. જીગ્નેશ ગોહેલ જેની ખોખરા પોલીસે બળાત્કારના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. જો આખા બનાવની વાત કરવા એમાં આવે તો ગઈ તારીખ 08/01/2025ના રોજ 20 વર્ષીય યુવતીએ ખોખરા પોલીસ સ્ટેશનમાં પોતાના પર બળાત્કાર થયાની એક ફરિયાદ નોંધાવી છે. 


ફરી એકવાર ગુજરાત ખતરામાં! આ જિલ્લામાં નોંધાયો જીવલેણ રોગનો કેસ, આખરે હોસ્પિટલમાં મોત


જેની વિગતોની વાત કરીએ 02 ફરિયાદી યુવતીએ વર્ષ 2020 માં સ્પોકન ઈંગ્લીશના ક્લાસ કરવા હતા, જેના કારણે ખોખરામાં આવેલ પ્રોગ્રેસિવ એજ્યુકેશન માં ઈંગ્લીશ શીખવા માટેથી એડમિશન મેળવ્યું હતું. જ્યાં પ્રોગ્રેસિવ એજ્યુકેશનના સંચાલક અને શિક્ષક જીગ્નેશ ગોહેલ સાથે પહેલા આંખો ચાર થઇ પછી મિત્રતા થઇ અને આ મિત્રતા બળાત્કાર સુધી પહોંચી હતી. ત્યારે ફરિયાદીને ફરિયાદ માં નોંધાવ્યું છે કે ઈંગ્લીશ શિક્ષકે ફરિયાદીને લગ્નની લાલચ આપીને અલગ અલગ હોટેલમાં લઇ જઈને તેના પર બળાત્કાર કર્યો હતો. 


100 વર્ષ જૂની સાડી પહેરીને પહોંચી 20000 કરોડની માલકિન,રહે છે દેશના સૌથી મોંઘા ઘરમાં!


ત્યારબાદ બંને વચ્ચેના આ બાબતના ફોટો વિડીયો પણ પોતાના મોબાઇલમાં પડયા હતા. બંને વચ્ચે સંબંધો તૂટી જતાં શિક્ષકે પોતાની સાથે સંબંધ રાખવા માટેથી દબાણ કર્યું હતું અને જો સંબંધ નહિ રાખે તો અંગત પળોના ફોટો વિડીયો વાયરલ કરી દેશે ત્યારે આ બાબતથી કંટાળીને યુવતીએ ખોખરા પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવીને ઈંગ્લીશ શિક્ષક સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. 


અમદાવાદમાં પૈસાની લેતી-દેતીમાં મહિલાએ જીવન ટૂંકાવ્યું! સ્યુસાઇડ નોટમાં મોટા ખુલાસા


ખોખરા પોલીસે ઈંગ્લીશ શિક્ષક જીગ્નેશ ગોહેલની ધરપકડ કરી તેનો મોબાઈલ કબ્જે કરીને એફએસએલમાં મોકલી આપીને તેમાંથી પુરાવા એકત્ર કરવાની તજવીજ હાથ ધરી છે.