ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કર્યો છે. 1400 કરોડનો સટ્ટાકાંડથી રાજ્યમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતના બે મોટા બુકી રાકેશ રાજદેવ (ઉર્ફે-આર. આર.) અને ટોમી પટેલ ઉર્ફે ઊંઝાની સર્કિટમાં એક સિઝનમાં 1,400 કરોડ રૂપિયાનો સટ્ટો ખેલાયો છે. જેનો હિસાબ પણ મળી ગયો છે. જેમાં સટ્ટા કિંગ રાકેશ રાજદેવ ઉર્ફે RRનો કાંડનો મુખ્ય આરોપી છે. 11 બેંક એકાઉન્ટમાંથી 1400 કરોડના વ્યવહાર થયા હોવાનું ખૂલ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં શ્વાનનો આતંક: બાળકીને બચકાં ભરી લોહીલુહાણ કરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ


પાટણમાં નકલી ડોક્યુમેન્ટના આધારે બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા. જેમાં ક્રાઈમ બ્રાન્ચને રૂપિયા 170 કરોડના વ્યવહારો થયાના તપાસમાં બહાર આવ્યું છે. ટોમી પટેલ ઉર્ફે ટોમી (ઊંઝા), રાકેશ રાજદેવ ઉર્ફે RR, આકાશ ઓઝા, ખન્નાજી, આશિક ઉર્ફે રવી પટેલ સહીત 5 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં ઉત્તર ગુજરાત કનેક્શન બહાર આવ્યું છે. 


આ અંગે ફરિયાદ પરથી વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે રાકેશ પ્રતાપભાઈ રાજદેવ (રહે.રાજકોટ, હાલ દુબઈ), રાકેશ રાજદેવનો માણસ ખન્ના, આશિક ઉર્ફે રવિ હસમુખભાઈ પટેલ (રહે.ગેલેક્સી રેસિડેન્સી, પરાગ સ્કૂલ પાસે, નરોડા, અમદાવાદ), કર્મેશ કિરીટભાઈ પટેલ (મકાન નં.34, વૈશાલીનગર સોસાયટી, સૈજપુર બોઘા, નરોડા-અમદાવાદ), હરિકેશ પ્રણવકુમાર પટેલ (રહે.શાહિબાગ-અમદાવાદ) દ્વારા એકબીજાની મદદગારીથી આકાશ ઓઝા નામના વ્યક્તિની જાણ બહાર તેના નામનું બોગસ એકાઉન્ટ ખોલાવી એકાઉન્ટ ઓપનિંગ ફોર્મમાં આકાશ ઓઝાના નામની ખોટી સહીઓ કરી તેના મારફતે કરોડો રૂપિયાની હેરફેર કરી નાખી હતી.


ક્રિકેટ સટ્ટા બેટીંગમાં થયેલી હાર-જીતની રકમની લેવડદેવડ માટે આકાશના બેંક ખાતાનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું હતું. પંજાબ નેશનલ બેંક (PNB) માં રહેલા નોવા એન્ટરપ્રાઈઝ, એચ.ડી.એફ.સી. બેંકમાં શ્રી શક્તિ એન્ટરપ્રાઈઝ અને આઈ.ડી.એફ.સી. બેંકમાં સુખસાગર હોલીડેઝના નામના ત્રણ મુખ્ય બેન્ક એકાઉન્ટમાંથી લગભગ પચાસેક કરોડ રૂપિયા જેટલા ટ્રાન્જેકશન અન્ય 7 એકાઉન્ટમાં કરવામાં આવ્યા, અન્ય 7 એકાઉન્ટમાં એમ. એ. ટ્રેડર્સ, અક્ષત મલ્ટી ટ્રેડર્સ, સાગર એન્ટરપ્રાઈઝ, એલેક્ષ મલ્ટી ટ્રેડીંગ, આર્યન એન્ટરપ્રાઈઝ, અમિત ટ્રેડર્સ અને મે. વિનાયક ઈલેકટ્રોનિકસનો સમાવેશ થાય છે. આ તમામ એકાઉન્ટ કોના? અને કેવી રીતે ખોલવામાં આવ્યા? તેની પોલીસ તપાસ ચલાવી રહી છે.


સરકાર તરફથી મફત રાશન લેનારાઓને લાગી લોટરી, નવો આદેશ સાંભળીને કાર્ડ ધારકો ખુશ


આ મોટા ગજાના શખસો દુબઈમાં આલિશાન જિંદગી જીવે છે, વિલામાં રહે છે, સૌથી મોંઘો દારૂ પીવે છે અને તમામ હદ વટાવે છે. ત્યારે હવે બુકીઓ સામે પૈસા ટ્રાન્સફર વિદેશમાં કરાયા હોવાની વિગતો પણ સામે આવી છે. ત્યારે આરોપીઓ સામે લૂક આઉટ સર્ક્યુલર (LOC) નોટિસ જાહેર કરવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તૈયારીઓ કરી લીધી છે.


સટ્ટા વિશે શું કહે છે પોલીસ?
આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે જણાવ્યું છે કે, રાકેશ રાજદેવ (ઉર્ફે-આર. આર.) અને ટોમી ઉંઝા 1400 કરોડ રૂપિયાના સટ્ટાનો હિસાબ અમને મળ્યો છે. આ ઘટનામાં હવાલા અને દુબઈમાં ડમી નામના બેન્ક એકાઉન્ટની ડિટેઇલો મળી આવી છે. હવે તેમની સામે LOC જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.


રાકેશ રાજદેવનો ઈતિહાસ
રાજકોટનો રાકેશ રાજદેવ ઉર્ફે આર.આર. સામે ગુજરાત પોલીસના ચોપડે ક્રિકેટ સટ્ટા બેટીંગના એક નહીં અઢળક ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. રાકેશ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં અમુક વર્ષ અગાઉ 3.55 કરોડની છેતરપિંડીની ફરિયાદ પણ થઈ ચુકી છે. રાકેશ રાજદેવે સસ્તામાં સોનું આપવાની લાલચ આપી અમદાવાદના શૈવલ પરીખ પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા હતા.