અમદાવાદમાં 23 લાખની છેતરપિંડી! 400 ગ્રામ સોનાના બદલામાં વેપારીને પકડાવી ચિલ્ડ્રન નોટો!
અમદાવાદમાં છેલ્લા ઘણા વર્ષોથી બાપુનગર યોગેશ્વર પાર્ક સોસાયટીમાં રહે છે. ઝડપી પૈસા કમાવવાની લાલચ અને પોતાની પર દેવું પૂરું કરવાની લાહ્યમાં આરોપી મહેન્દ્રસિંગએ વેપારી સાથે છેતરપિંડી આચરવાનો માસ્ટર પ્લાન બનાવી નાખ્યો.
ઉદય રંજન/અમદાવાદ: શહેરના સોના ચાંદીમાં વેપારીઓને ચેતવવા જેવો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં નકલી નોટો આપી અસલી સોનાની ખરીદી કરી છેતરપિંડી કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. વેપારીઓને ચૂનો લગાવનાર કોણ છે આરોપી આવો જોઈએ.
ક્રાઇમ બ્રાન્ચની ગીરફતમાં ઉભેલા આરોપીનું નામ મહેન્દ્રસિંગ રાજપુરોહિત છે. આરોપી મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાનો રહેવાસી છે. અમદાવાદમાં છેલ્લા ઘણા વર્ષોથી બાપુનગર યોગેશ્વર પાર્ક સોસાયટીમાં રહે છે. ઝડપી પૈસા કમાવવાની લાલચ અને પોતાની પર દેવું પૂરું કરવાની લાહ્યમાં આરોપી મહેન્દ્રસિંગએ વેપારી સાથે છેતરપિંડી આચરવાનો માસ્ટર પ્લાન બનાવી નાખ્યો. જેમ આરોપી સફળ પણ થયો, પરંતુ ગણતરીના કલાકોમાં પોલીસથી ન બચી શક્યો અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયો.
એક સ્માર્ટફોને 9 લાખ ઉમેદવારોનું સપનું રોળ્યું, દાવ પર લાગી વર્ષોની મહેનત
ગુનાની વિગત વાર વાત કરવામાં આવે તો, આરોપી મહેન્દ્રસિંગ રાજપુરોહિત એ માણેકચોકના સોનાના વેપારીને છેતરવાનું નક્કી કર્યું. જેમાં સોનાનો વેપારી બની ફોન કરી એક કિલો સોનું ખરીદી માટે બુક કરાવ્યું હતું. પરંતુ વેપારી પાસે માત્ર 400 ગ્રામ સોનું હોવાના કારણે તેટલું જ આપ્યું હતું. જેની સામે આરોપીએ રોકડ રકમ જે ચૂકવી હતી. જેની કિંમત કુલ 30 લાખ થઈ હતી. જેમાં આરોપીએ માત્ર 1 લાખ રૂપિયાની સાચી ચલણી નોટો આપી હતી અને બાકી 29 લાખની ચિલ્ડ્રન નકલી નોટો આપી હતી.
અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતની સામે શું છે ચેલેન્જ
વેપારીએ તમામ નોટોના બંદલ ઓફિસ આવીને ગણતરી કરતા 29 લાખ રૂપિયાની નક્કી નોટો હોવાનું માલુમ પડતાં ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી 17 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે.
પેપર લીક કાંડ મામલે ઋષિકેશ પટેલની મોટી જાહેરાત, પેપર લીક કરશો તો થશે મોટી કાર્યવાહી