Ahmedabad News : અમદાવાદમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. લવ મેરેજ કનાર ભત્રીજીને શોધવા માટે ભાજપના એક કદાવત નેતાના ધમપછાડાની હાલ ચર્ચા ચાલી રહી છે. નેતાની ભત્રીજી સાથે લગ્ન કરનાર યુવક પણ એબીવીપીનો સભ્ય છે. ત્યારે ભાજપના કદાવર નેતા અને નાના નેતાની ચર્ચા ચગડોળે ચઢી છે. ભાજપના કદાવર નેતા લવમેરેજ કરનાર ભત્રીજીને શોધવા માટે પોલીસ પર દબાણ લાવી રહ્યાં છે અને આકાશ પાતાળ એક કરીર હ્યાં છે. નેતાના દબાણને પગલે પોલીસ દ્વારા પણ ભત્રીજના સાસરિયા અને પતિના મિત્રો પર પોલીસનું દબાણ વધ્યુ છે. તેઓને સતત ધમકી અપાઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, નિકોલમાં રહેતી એક યુવતીને કોલેજમાં એક યુવક સાથે પ્રેમ થયો હતો. બંનેએ કોલેજ દરમિયાન કોર્ટ મેરેજ કર્યા હતા. તેઓએ ઘરમાં આ બાબતની જાણ કરી ન હતી. પરંતું બાદમાં બંનેએ પગભર થયા બાદ બંનેએ સાથે લગ્નજીવનની શરૂઆત કરવાનો નિર્ણય લીધો હતો. જેથી પંદર દિવસ પહેલા યુવતીએ પિતાનું ઘર છોડ્યુ હતું અને યુવક સાથે રહેવાની શરૂઆત કરી હતી. બીજી તરફ, દીકરીએ લવમેરેજ કર્યાની જાણ પરિવારજનોને થઈ હતી. 


ગુજરાતમાં Adani એ CNG ના ભાવમાં વધારો કર્યો, હવે આટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે


યુવતીના પિતાના પિતરાઈ ભાઈ ભાજપના ધારાસભ્ય છે. તેથી પિતાએ ભાજપના આ કદાવર નેતા પાસે મદદ માંગી હતી. બીજી તરફ, લવમેરેજ કરીને ભાગી ગયેલી ભત્રીજીને પરત લાવવા ભાજપના કદાવર નેતાએ રાજકીય વગનો ઉપયોગ કર્યો. તેઓએ પોલીસ પર દબાણ વધાર્યું. જેથી પોલીસ યુવકના ઘરે પહોંચી ગઈ હતી.


પોલીસે પણ રાજકીય દબાણને કારણે યુવકના પરિવારજનોને હેરાન કરવાનું શરૂ કર્યું. પોલીસે યુવકના પરિવારજનોને પોલીસ સ્ટેશનમાં બેસાડવાનું શરૂ કર્યું. આ બાદ યુવતીએ પોતાની મરજીથી યુવક સાથે ગયા હોવાનું પોલીસ અધિકારીને ફોનથી જાણ કરી હતી. સાથે જ તેના સાસરિયાઓને હેરાન ન કરવા પણ અપીલ કરી. પરંતુ ભાજપના કદાવર નેતા કોઈપણ ભોગે પોતાની ભત્રીજીને પાછા લાવવા માંગતા હતા. ત્યારે હવે સમગ્ર મામલો ફસાયો છે.


ગુજરાત પર વાવાઝોડાનો ખતરો, આગામી 24 કલાક છે અતિ મહત્વના


ઉલ્લેખનીય છે કે, ભાજપના કદાવત નેતાની ભત્રીજીએ એબીવીપીના સભ્ય અને પૂર્વ સેનેટ મેમ્બર રહી ચૂકેલા યુવક સાથે લગ્ન કર્યા છે. કોલેજમાં બંનેને પ્રેમ થયો હતો, અને બાદમાં બંનેએ લવમેરેજ કર્યા હતા. પરંતુ ભાજપી નેતા હોવા છતા કદાવર નેતા તેનો સ્વીકાર કરી રહ્યા નથી. 


પાટીદાર બાદ ગુજરાતનો આ સમાજ પણ પરિવર્તનના માર્ગે, પ્રસંગોમાં નહિ થાય રૂપિયાના વહેવાર