લોકોની નજર સામે રેલવે કર્મચારી ટ્રેનની આગળ સૂઈ ગયો, 5 સેકન્ડમાં જીવન પૂરું
Suicide News : અમદાવાદના મણીનગર રેલવે ક્રોસિંગ પર આપઘાતની ઘટના.. રેલવેના જૂનિયર એન્જિનિયરે ટ્રેન નીચે પડતું મુકીને ટૂંકાવ્યું જીવન... અનેક લોકોની નજર સામે જ આણ્યો જીવનનો અંત...
Ahmedabad News : અમદાવાદમાં ટ્રેન નીચે આપઘાતની ભયાવહ ઘટના બની છે. 5 સેકન્ડનો ખેલ, અને જિંદગી પૂરી. આત્મહત્યાની ઘટના નજરે જોનારા અનેક લોકો હતા. હાજર અનેક લોકો પહેલા તો સમજી ન શક્યા કે શું થઈ રહ્યું છે, પરંતું જ્યારે ખબર પડી ત્યાં સુધી તો રેલવે કર્મચારીનો જીવ જતો રહયો હતો. અમદાવાદના મણિગરન રેલવે ફાટક પાસે મુસાફરોની નજર સામે રેલવે કર્મચારીએ ટ્રેન આગળ પડતુ મૂકીને આપઘાત કર્યો હતો. આપઘાતની ઘટના સમયે ફાટક બંધ હતું, અને ત્યાં અસંખ્ય લોકો વાહન લઈને ઉભા હતા, ત્યારે જ રેલવે કર્મચારીએ લોકોની નજર સામે જીવન ટૂંકાવ્યું.
પ્રાપ્ત માહિતીઅનુસાર, મણીનગર રેલવે ફાટક પાસે શુક્રવાર સવારનો બનાવ છે. જામનગર હમસફર ટ્રેન નીચે સૂઈ જઈને રેલવેના એન્જિનિયરે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મણિનગર પોલીસે ગુનો નોંધી આપઘાત પાછળના કારણની તપાસ શરુ કરી. રેલવેમાં જુનિયર એન્જીનીયર તરીકે ફરજ બજાવતા આધેડે ધસમસતી ટ્રેનની સામે જઈ ટ્રેક પર સૂઈ જઈ આત્મહત્યા કરી લીધી હતી.
ઓ બાપ રે... ગુજરાત તરફ આવી રહ્યું છે સૌથી મોટું વાવાઝોડું, અંબાલાલે કરી આગાહી
ટ્રેન આવવાની હોઈ બંને બાજુના ક્રોસીંગ બંધ હતા ત્યારે રાહદારીઓ અને વાહનચાલકો ઉભા હતા. ટ્રેન આવે તે પહેલા રેલવે કર્મચારી ફાટકની આગળ આંટાફેરા મારી રહ્યા હતા, જેમ ટ્રેન આવી તેમ તેઓ ટ્રેનની આગળ સૂઈ ગયા હતા. ત્યારે લોકોની નજર સામે આ ઘટના બનતા ઉપસ્થિત લોકોમાં હાહાકાર મચી ગયો હતો.
મૃતકની ઓળખ મણિનગરમાં સીએનઆઈ ચર્ચની સામે આવેલી રાજશિલ્પ એપાર્ટમેન્ટમાં રહેતા અશ્વિનભાઈ સિલ્વેસ્ટર રાઠોડ ( ઉ.54) તરીકે થઈ છે. જેઓ રેલવેમાં જુનિયર એન્જીનીયર તરીકે ફરજ બજાવે છે. અશ્વિનભાઈ ગુરુવારે બપોરે 3 થી રાતના 11 વાગ્યા સુધી ડ્યુટી પર હતા. શુક્રવારે તેમની રજા હોવાથી ઘરે જ હતા. તેના બાદ શુક્રવાર સવારના 7 વાગ્યાના મણિનગર રેલવે ક્રોસીંગ પાસે જામનગર હમસફર ટ્રેન નીચે સૂઈ આપઘાત કર્યો હતો.
હવામાન વિભાગ, પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલની નવરાત્રિમાં વરસાદ અંગે મોટી આગાહી