અતુલ તિવારી/અમદાવાદ: ગુજરાતમાં ભાજપની સરકાર પાડવા અને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ તીસ્તા મોટા ષડયંત્રમાં સામેલ હોવાના SITના ખુલાસા બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આજે સમગ્ર મામલે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદને સંબોધન કરીને કોંગ્રેસને આડેહાથ લીધી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, વર્ષ 2002માં રમખાણો દરમિયાન PM મોદીને બદનામ કરવા વિધ્નસંતોષીઓએ આક્ષેપ કર્યા હતા. અમિત શાહે મીડિયાને પણ આ અંગે જણાવ્યું હતું. SC એ પણ કહ્યું હતું કે જેમને ખોટું કર્યું છે એમની સામે કાયદો કડક થવો જોઈએ. પરંતુ આખરે સમગ્ર ઘટનાની હકીકત સામે આવી ચૂકી છે. ભૂપેન્દ્ર પટેલની સરકારે તિસ્તા સેતલવાડ વિરુદ્ધના કેસમાં SITની રચના કરી તપાસ કરી. જે ગત મોડીસાંજે કરવામાં આવેલા એફિડેવિટમાં જે હકીકત આવી છે, એ ચોંકાવનારી છે. સીટે ખુલાસો કર્યો છે કે ષડયંત્ર રચાયું એ વાત સાફ થઈ છે. 


જીતુ વાઘાણીએ ઉમેર્યું હતું કે, ગુજરાત આ ષડયંત્રની બચ્યું અને નરેન્દ્ર મોદી પર વિશ્વાસ યથાવત રાખ્યો હતો. તિસ્તાની ગેંગ અને કોંગ્રેસને એમનું સમર્થન એ દુઃખદ બાબત છે. સોનિયાજી અને સ્વર્ગીય અહેમદ પટેલે જે રીતે કાવતરું રચ્યું હતું, તે ખરેખર  આશ્ચર્યજનક છે. અહેમદ પટેલે તિસ્તાને 30 લાખ રૂપિયાનો હપ્તો સરકારની છબી ખરાબ કરવા અને બદનામ કરવા આપવામાં આવ્યો હતો. આ કેસમાં સ્વર્ગસ્થ હરેનભાઈ, અશોક ભટ્ટ આ તમામને ક્લીન ચીટ અપાઈ હતી. કોઈ પૂર્વાયોજીત કાવતરું સરકારનું નહોતું એ કોર્ટે નોંધ્યું છે. લોકોના વોટથી જે સરકાર બને છે, એ સરકાર આજે પણ સ્વીકારી શકતી નથી. જે તે સમયે અલગ અલગ રાજ્યના કોંગ્રેસના નેતાઓ મોદીજી વિશે વાતો કરતા હતા. એ મુજબ એ તમામ એમાં સંડોવાયેલા હશે, એવું લાગે છે. 


જીતુ વાઘાણીએ જણાવ્યું કે, કોંગ્રેસ પોતે કાવતરાખોર નીકળી છે. સત્તાનો કેટલો દુરુપયોગ થાય એ કોંગ્રેસે કરી બતાવ્યું છે. 2014 પહેલા નરેન્દ્રભાઈને કઈ હદ સુધી લઈ જવા એ સામે આવી રહ્યું છે. નરેન્દ્રભાઈને બદનામ કરવાનું કાવતરું સામે આવી રહ્યું છે. રમખાણો કોના પ્રેરિત હતા એ સાબિત થયું છે. ભૂપેન્દ્ર પટેલની સરકાર આ બાબતને વખોડે છે. રાજ્યની જનતાએ હંમેશા ભાજપને મત આપીને જીતાડ્યા છે, ત્યારે 2022 અને 24 માં પણ મત આપીને જીતાડશે એ ચોક્કસ છે. બોલતા પુરાવા સામે છે, આ કૃત્ય શરમજનક છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube