કોંગ્રેસે ચાણક્ય ગુમાવ્યા... હવે કોણ બનશે પાર્ટી માટે Ahmed Patel જેવા કિંગમેકર?
- 1977માં જે સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસની કારમી પરાજય થઈ હતી, તે ઈલેક્શનમાં અહેમદ પટેલ ભરૂચથી જીત્યા હતા. જ્યારે કે ખુદ ઈન્દિરા ગાંધી પણ હાર્યા હતા.
ઝી મીડિયા/બ્યૂરો :કોંગ્રેસના ચાણક્ય કહેવાતા અહેમદ પટેલ (Ahmed Patel) નું નિધન થયું છે. ગત એક મહિનાથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. તેઓ કોરોના સંક્રમિત થયા હતા અને તેના બાદ તેમના શરીરના અનેક અંગોએ કામ કરવાનું બંધ કર્યુ હતું. અહેમદ પટેલ ગાંધી પરિવાર (Gandhi Family) ઉપરાંત કોંગ્રેસ પાર્ટીના સૌથી ખાસ સદસ્ય હતા અને ગત 19 વર્ષોથી કોંગ્રેસ પાર્ટીને ચતુરાઈથી સંભાળતા હતા.
આ પણ વાંચો : કરફ્યૂ અને લોકડાઉનને લઈને ગુજરાત સરકારનું મોટું નિવેદન
ઈન્દિર ગાંધી ચૂંટણી હાર્યા હતા, પરંતુ અહેમદ પટેલ નહિ
અહેમદ પટેલ વિશે સાર્વજનિક તરીકે બહુ જ ઓછી માહિતી મળે છે. તેઓ ઈલેક્શનના સમયમાં જ મીડિયામાં દેખાતા, પરંતુ બહુ જ થોડા સમય માટે. અહેમદ પટેલે નગરપાલિકાના ચૂંટણીથી રાજનીતિની શરૂઆત કરી હતી. જોતજોતા તેઓ કોંગ્રેસ પાર્ટીના સર્વેસર્વા ઈન્દિરા ગાંધીની નજરમાં આવી ગયા. ઈન્દિરા ગાંધીની નજરમાં તેમનુ આવવું ખાસ બાબત બની રહી હતી. કેમ કે, 1977માં જે સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસની કારમી પરાજય થઈ હતી, તે ઈલેક્શનમાં અહેમદ પટેલ ભરૂચથી જીત્યા હતા. જ્યારે કે ખુદ ઈન્દિરા ગાંધી પણ હાર્યા હતા.
આ પણ વાંચો : Congress ના દિગ્ગજ નેતા Ahmed Patel નું નિધન, એક મહિના પહેલા થયો હતો કોરોના
8 વાર સાંસદ, પાર્ટીના દરેક પદની જવાબદારી ઉઠાવી
અહેમદ પટેલ સાંસદમાં 8 વાર ગુજરાતના પ્રતિનિધિ બન્યા. ત્રણ વાર લોકસભા સાંસદના પદ તરીકે, તો 8 વાર રાજ્યસભા સાંસદ તરીકે. અહેમદ પટેલે કોંગ્રેસ પાર્ટીમાં દરેક જવાબદારી બખૂબી ઉઠાવી હતી. કોંગ્રેસ પાર્ટીને ગુજરાતમાં મજબૂત બનાવી અને યૂથ કોંગ્રેસને સમગ્ર દેશમા સંગઠન તરીકે ઉભુ કર્યું. આજે કોંગ્રેસમાં જે પણ જૂના નેતા દેખાય છે. તેમાઁથી અનેક યૂથ કોંગ્રેસમાંથી નીકળીને આવ્યા છે. અહેમદ પટેલ કોંગ્રેસ પાર્ટીના મહાસચિવથી લઈને કોષાધ્યક્ષ સુધીના પદ પર રહ્યા. તેઓ 1977 થી 1982 સુધી ગુજરાત યૂથ કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા. વર્ષ 1991 માં જ્યારે પટેલને કોંગ્રેસના વર્કિગ કમિટીના સદસ્ય બનાવવામાં આવ્યા, તે આજીવન રહ્યાં.
રાજીવ ગાંધીના સંસદીય સચિવ
અહેમદ પટેલ રાજીવ ગાંધીના પ્રધાનમંત્રી બનતા સુધી મજબૂત નેતા બની ચૂક્યા હતા. તેમના પર રાજીવ ગાંધીને સૌથી વધુ ભરોસો હતો. તેઓ રાજીવ ગાંધીના ન માત્ર સંસદીય સચિવ હતા, પરંતુ તેમની મહત્વકાંક્ષી પરિયોજનાઓને આગળ વધારવાની જવાબદારી પણ તેમના પર હતી. તેઓ મંત્રાલયમાં રહેવામાં વિશ્વાસ ન ધરાવતા, તેથી અહેમદ પટેલને કિંગમેકર કહેવામાં આવતા હતા.
સોનિયા ગાંધી અને અહેમદ પટેલ
સોનિયા ગાંધીની આગેવાનીવાળી કોંગ્રેસમાં અહેમદ પટેલે પહેલાથી જ તાકાતવાર શખ્સિયત બન્યા હતા. સીતારામ યેચુરીના પાર્ટી અધ્યક્ષ પદ પર બની રહેવા દરમિયાન તેઓ પાર્ટીના કોષાધ્યક્ષ હતા. પરંતુ સોનિયા ગાંધીના પીએ વી જ્યોર્જ સાથે તકરાર બાદ વર્ષ 2000 માં તેઓએ એ પદ છોડ્યું હતું. જોકે, 2001માં સોનિયા ગાંધીએ તેઓને પોતાના રાજકીય સલાહકાર બનાવ્યા હતા અને ત્યારથી તેઓ સોનિયા ગાંધીના દરેક નિર્ણય પર સાથે રહ્યા હતા.