કાલુપુર રેલવે સ્ટેશન પર ખુલ્લેઆમ રિઝર્વેશનની કાળાબજારી, કેવી રીતે થયો પર્દાફાશ?
રેલવે દ્વારા નક્કી કરાયેલા ટિકિટના દર ઉપર 50 થી 60% વધુ ભાવ લઇ ટીકીટ આપી રહ્યા છે. પરંતુ સવાલ એ ઉભો થાય છે કે કયા અધિકારીઓના આશીર્વાદે તંત્રની નાક નીચે એજન્ટ રાજ ચાલી રહ્યું છે..
સપના શર્મા/અમદાવાદ: દિવાળીના તહેવારો ટાણે એસી ચેમ્બરમાં બેઠેલા રેલવે અધિકારીઓના કારણે એજન્ટ રાજ ચાલી રહ્યું છે. એક તરફ દિવાળીના કારણે સામાન્ય જનતાને ટ્રેનમાં રિઝર્વેશન મળી રહ્યું નથી, તો બીજી તરફ કેટલાક માફિયાઓ એજન્ટ બની ટિકિટનો કાળો વેપાર ચલાવી રહ્યા છે.
રેલવે દ્વારા નક્કી કરાયેલા ટિકિટના દર ઉપર 50 થી 60% વધુ ભાવ લઇ ટીકીટ આપી રહ્યા છે. પરંતુ સવાલ એ ઉભો થાય છે કે કયા અધિકારીઓના આશીર્વાદે તંત્રની નાક નીચે એજન્ટ રાજ ચાલી રહ્યું છે અને શા માટે રેલવે DRM અને જન સંપર્ક અધિકારીની આંખો કાળા વેપલા વેપલા ઉપર નથી પડી?
ટિકિટના ચાલતા વેપારની ઘટનાની જાણ જયારે ZEE 24 કલાકની ટીમને થઇ ત્યારે એજન્ટ રાજનો પડદાફાર્શ કરવા અમારી ટીમ રેલવે સ્ટેશનના રિઝર્વેશન બિલ્ડીંગમાં પહોંચી હતી. અહીં અમે ડમી પેસેન્જર બની ટીકીટ વિન્ડો ઉપર જઈ આશ્રમ એક્સપ્રેસની ટીકીટ માંગી. ટીકીટ વિક્રેતાએ ટ્રેન ફૂલ થઇ ગઈ હોવાથી વેટીંગ ટીકીટ પણ ઈશ્યુ ન કરી. રિઝર્વેશન સેન્ટરની બહાર નીકળતા જ સામેથી એજન્ટ જ રિઝર્વેશન આપવાની બાંહેધરી આપે છે.
દરરોજ હજારોની સંખ્યામાં મુસાફરો રિઝર્વેશન કરાવવા કાલુપુર સ્ટેશને પહોંચે છે. રિઝર્વેશન ન મળતા આવા એજન્ટ તેમનું શોષણ કરી રહ્યા છે. જન સંપર્ક અધિકારી, રેલવે DRM જેવા અધિકારીઓની ફરજ બને છે કે તેઓ મુસાફરોને રેલવે પરિવહનની સારી સુવિધા મળે તે માટેની કામગીરી કરે. પણ કદાચ એસી ચેમ્બરમાં બેસેલા અધિકારીઓની આળસ એટલી મોટી છે કે તેમને જનતાને વેઠવી પડતી હાલાકીનો અવાજ તેમના કાને પડી રહ્યો નથી.
જુઓ આ પણ વીડિયો:-