મૌલિક ધામેચા / અમદાવાદ : ફરી એક વખત ગેંગ વોર (Gangwar) ના ડરથી લોકો હથિયાર રાખતા થયા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) જુહાપુરા વિસ્તારમાંથી 3 પિસ્ટલ અને 23 જીવતા કારતુસ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ અંગત અદાવતમાં હથિયાર રાખ્યા હોવાનુ સામે આવ્યું છે. આરોપીનું નામ મોહંમદ સાજીદ ઉર્ફે લાલો શેખ છે. આરોપી જુહાપુરા (Juhapura) વિસ્તારમાં આવેલ ફરહિન પ્લાઝા ફ્લેટમાં રહે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) ને બાતમી મળતા આરોપી સાજીદ ના ઘરે રેડ કરતાં આરોપી પાસેથી ૩ નંગ પિસ્તલ અને 23 નંગ કાર્ટિઝ મળીને કુલ ૬૦ હજાર થી વધુ કિંમત નો મુદ્દામાલ મળી આવ્યો છે. પોલીસે (Police) આરોપીની હથિયાર અંગે પૂછપરછ કરતા જુહાપુરામાં રહેતો કુખ્યાત આરોપી અઝહર કીટલી સાથે અદાવત ચાલતી હતી. અને તેના જ ડર ના કારણે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ખેરપુર ગામના બબલુ નામના ઈસમ પાસેથી આ પિસ્તલ અને કર્ટિઝ લાવ્યો હતો.

500 CCTV ની તપાસ, 150 રિક્ષાચાલકની પૂછપરછ બાદ બાળકીનું માતા પિતા સાથે મિલન, પોલીસ કમિશ્નરે બાળકીનું રાખ્યું "દુર્ગા" નામ


આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આરોપી અગાઉ હત્યા, હથિયાર અને પોતાની પત્નીના સ્યુસાઇડ કેસ (Suicide Case) માં પકડાયેલો છે. અને ભુજ જેલ (Bhuj Jail) માં પાસા હેઠળની સજા કાપી ચૂક્યો છે. જોકે આરોપી પાસેથી હથિયાર મળતા તે હથિયાર સ્વબચાવ માટે લાવ્યો હતો કે હત્યા (Murder) નું કાવતરૂ રચાઈ રહ્યુ હતુ. તે અંગે ક્રાઇમ બ્રાંચે તપાસ હાથ ધરી છે. ઝડપાયેલ આરોપી મોહંમદ સાજીદ ઉર્ફે લાલો નો ગુનાઈત ઇતિહાસ જોતા ક્રાઈમ બ્રાન્ચને શંકા છે કે આરોપીએ આ હથિયાર કોઈ ગુનાને અંજામ આપવા મંગાવ્યા હોઈ શકે છે ત્યારે જોવું એ રહ્યું કે પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube