અર્પણ કાયદાવાલા, અમદવાદ: શહેરમાં આવેલા અંદાજે સો વર્ષ જુના એવા વિકટોરીયા ગાર્ડન (Victoria Garden) ને રૂપિયા 3 કરોડના ખર્ચે નવો લુક (New Look) આપવાના મહત્વાકાંક્ષી પ્રોજેકટ ઉપર હાલ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની સીધી દેખરેખ હેઠળ કામગીરી ચાલી રહી છે. ગાર્ડનમાં આવેલા વર્ષો જુના એવા એક પણ વૃક્ષને કોઈ પ્રકારે નુકસાન ના થાય એ માટેની પણ ખાસ કાળજી લેવામાં આવી રહી છે. વર્ષના અંત સુધીમાં ગાર્ડનમાં બાકી રહેલી કામગીરી પુરી થયા બાદ એનુ લોકાર્પણ કરવામાં આવશે એમ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ગાર્ડન વિભાગના ડાયરેક્ટર જીગ્નેશ પટેલનુ કહેવુ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કામગીરી પાછળ અંદાજે 3 કરોડ જેટલો ખર્ચ થશે. જે પૈકી મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ને એક પણ રૂપિયાનો ખર્ચ ભોગવવાનો આવશે નહી, કારણ કે આ પ્રોજેક્ટ પીપીપી મોડલ પર મંજૂર કરવામાં આવ્યો છે. શહેરના ઐતિહાસિક એવા એલિસબ્રીજથી આસ્ટોડિયા તરફ જવાના રસ્તા ઉપર વિકટોરીયા ગાર્ડન (Victoria Garden) આવેલો છે.આ ગાર્ડન પણ અંદાજે સો વર્ષ જુનો હોવાનો જાણકારોનો અભિપ્રાય છે. 

Amreli: લગ્ન વાંછુકો થઇ જાય સાવધાન, આ કિસ્સો વાંચો લો નહીતર પેટ ભરીને થશે પસ્તાવો


અમદાવાદ (Ahmedabad) માં આવેલા જુના સ્થળોને નવા નામ આપવાના અભિગમ ધરાવતા શાસક પક્ષ દ્વારા થોડા વર્ષો અગાઉ વિકટોરીયા ગાર્ડન (Victoria Garden) નું નામ બદલીને લોકમાન્ય બાલ ગંગાધર તિલક સાથે જોડીને આ ગાર્ડનનું નામ તિલક બાગ આપવામાં આવ્યુ છે. પરંતુ અમદાવાદના લોકોને હજુ તિલક બાગ યાદ રહેતુ ના હોવાથી આ ગાર્ડન વિકટોરીયા ગાર્ડન (Victoria Garden) તરીકે આજે પણ ઓળખાઈ રહ્યો છે.


આ ગાર્ડનમાં મ્યુનિસિપિલ કોર્પોરેશન દ્વારા ગાર્ડન વિભાગની કચેરી બનાવવાથી લઈને કચરામાંથી ખાતર બનાવવા જેવો પ્રોજેકટ પણ શરૂ કરાવ્યો હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગાર્ડનની યોગ્ય જાળવણી થતી ન હોવાથી તે અસામાજીક તત્વોનો અડ્ડો પણ બની ગયો હતો. પરંતુ હાલમાં રીડેવલપમેન્ટનુ (Redevlopement) કામ ચાલુ હોવાથી ત્યાં 24 કલાક સુરક્ષા જવાનો મુકી દેવામાં આવ્યા છે. 

Surat: બદલો લેવા માટે મિત્રએ જ 30 લાખના હીરાની કરી ચોરી, ઘડ્યો આવો માસ્ટર પ્લાન


અમદાવાદ (Ahmedabad) શહેરમાં છેલ્લા કેટલાક સમયમાં વિવિધ વિસ્તારોમાં નવા ગાર્ડન (New Garden) લોકો માટે કાર્યરત કરાયા બાદ હવે નાના અને મોટા એમ કુલ મળીને ગાર્ડનની કુલ સંખ્યા 264 ઉપર પહોંચી છે.ગાર્ડન વિભાગના ડાયરેક્ટરના જણાવ્યા મુજબ લેન્ડસ્કેપ ગાર્ડન પ્રોજેક્ટ હેઠળ આ ગાર્ડન (Garden) ના નવીનીકરણનું કામ ચાલી રહ્યુ છે. 26000 ચોરસ મીટર વિસ્તારમાં આવેલા આ ગાર્ડનનો મુખ્ય પ્રવેશ દ્વારા હેરીટેજ થીમ આધારીત રહેશે, જે રીવરફ્રન્ટના પાર્કિંગ તરફ બનાવવામાં આવી રહ્યો છે. જે કામ વર્ષના અંત સુધીમં પૂર્ણ થયા બાદ શહેરીજનો માટે ગાર્ડન ખુલ્લો મુકવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube