પોલીસ જ સુરક્ષિત નથી તો સુરક્ષા કોની કરશે, ACP ના ઘરે ચોરી થતાં સુરક્ષા પર ઉઠ્યા સવાલો
અમદાવાદ (Ahmedabad) માં એચ ડિવિઝનમાં ACP તરીકે ફરજ બજાવતા પ્રકાશ પ્રજાપતિના ઘરે રૂપિયા 13.90 લાખની મત્તાની ચોરી થતા પોલીસ દોડતી થઈ ગઇ છે. વસ્ત્રાપુર (Vastrapur) વિસ્તારમાં આવેલ સરકારી વસાહતમાં આ ચોરીનો બનાવ બન્યો છે.
મૌલિક ધામેચા, અમદાવાદ: સુરક્ષા અને કાયદો વ્યવસ્થાનું પાલન કરાવતી પોલીસ (Police) ના ના ઘરમાં જ ચોરી થાય તો સુરક્ષા કેવી રીતે થતી હશે એ તમે સમજી શકો છો. આવો જ એક બનાવ અમદાવાદ (Ahmedabad) ના ACPના ઘરે બન્યો છે. પોલીસ અધિકારીનો પરિવાર બહાર હતો ને ઘરમાં હાથ ફેરો કરી 13 લાખથી વધુની કિંમતનો કોઈ શખ્સ હાથફેરો કરી ગયો ત્યારે વસ્ત્રાપુર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદ (Ahmedabad) માં એચ ડિવિઝનમાં ACP તરીકે ફરજ બજાવતા પ્રકાશ પ્રજાપતિના ઘરે રૂપિયા 13.90 લાખની મત્તાની ચોરી થતા પોલીસ દોડતી થઈ ગઇ છે. વસ્ત્રાપુર (Vastrapur) વિસ્તારમાં આવેલ સરકારી વસાહતમાં આ ચોરીનો બનાવ બન્યો છે. જોકે ઘટના ને પગલે સ્થાનિક પોલીસ ઉપર પણ અનેક સવાલો ઉભા થયા છે.
ગોમતીપુરમાં અંધશ્રદ્ધાનો અનોખો કિસ્સો: ચોરીના રૂપિયાની ભાળ મેળવવા ભુવા પાસે ગયા અને પછી...
કારણ કે સરકારી વસાહતમાં મોટાભાગે પોલીસ (Police) અધિકારીઓ રહેતા હોય છે અને ત્યાં ચોરીનો બનાવ બનતા સવાલો થઈ રહ્યા છે. પોલીસ સ્ટેશનમાં ACPની પત્ની દ્વારા ફરિયાદ આપવામાં આવી છે. પોલીસને બનાવ અંગે જાણ થતાં જ પોલીસ કાફલો તપાસ કરવા પહોચ્યો હતો. પણ આસપાસમાં CCTV ફૂટેજ ના હોવાનું તસ્કરોએ લાભ લીધો અને ₹ 13.90 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
મુખ્યમંત્રીએ કરી મહત્વપૂર્ણ જાહેરાત: 4 જૂનથી 36 શહેરોમાં સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લી રહેશે દુકાનો
દિવસ દરમિયાન થયેલી આ ચોરીમાં પોલીસ અધિકારી પ્રકાશ પ્રજાપતિ ફરજ પર હતા અને પત્ની દ્વારકા ગયા હતા. હાલ તો વસ્ત્રાપુર પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે જો પોલીસ જ સુરક્ષિત નથી તો સુરક્ષા કોની કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube