144 Rath Yatra: ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ સરસપુર પોલીસ છાવણીમાં ફેરવાયું
આજે નિજમદિરથી ભગવાન, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ જગન્નાથ ઐતિહાસિક (Jagannath) રથમાં સવાર થઇ મામાના ઘરે સરસપુર આવશે અને ત્યાં તેમને મમેરામાં પહેરવેશ અને ભેટ સોગંદ આપવામાં આવશે
આશ્કા જાની, અમદાવાદ: આજે કોરોનાના કહેર વચ્ચે શહેરમાં ભગવાન જગન્નાથ (Jagannath) ની 144મી રથયાત્રા (Rath Yatra) નિકળવાની છે. ત્યારે વહેલી સવારથી જ તૈયારઓ થઇ ગઇ છે. કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ વહેલી સવારે પરિવાર સાથે તેઓએ મંગળા આરતી કરી હતી. મંદિર અને આસપાસનો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ વિધિ કરવામાં આવશે. મંગળા આરતી (Mangla Aarti) માં રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.
ભગવાન જગન્નાથ (Lord Jagannath) ની 144 રથયાત્રા (Rath Yatra) ને લઈ સરસપુર પોલીસ (Saraspur Police) છાવણીમાં ફેરવાયું ગયું છે. મંદિરની બહાર ચાર રસ્તા પર જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આજે નિજમદિરથી ભગવાન, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ જગન્નાથ ઐતિહાસિક (Jagannath) રથમાં સવાર થઇ મામાના ઘરે સરસપુર આવશે અને ત્યાં તેમને મમેરામાં પહેરવેશ અને ભેટ સોગંદ આપવામાં આવશે. જો કે કોરોનાના કારણે રથયાત્રા ચુસ્ત બંદોબસ્ત સાથે ભક્તો વગર નીકળવાની છે.
Rath Yatra Live:ભગવાન જગન્નાથને રથમાં બિરાજમાન કરાયા, નગરચર્યાએ નિકળવાની તૈયારીઓ શરૂ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે રથયાત્રાને પરવાનગી આપવામાં આવી નહોતી. જો કે આવર્ષે કોરોના કેસો કાબુમાં હોવાથી રથયાત્રાને શરતી મંજુરી અપાઇ છે. જેના પગલે આ વર્ષે પરંપરાગત રૂટ પર રથયાત્રા (Rath Yatra) યોજવા જઇ રહી છે. જો કે સ્થિતી જોતા રથયાત્રા માત્ર પાંચ કલાકમાં 22 કિ.મીના રૂટ પર ફરીને ભગવાનના રથ નિજ મંદિરમાં પરત લાવવાનું આયોજન છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રથયાત્રા (Rath Yatra) ની પૂર્વસંધ્યાએ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે રથયાત્રાની પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. ગુજરાતની સુખ, સમૃધ્ધિ અને વિકાસ માટે ભગવાન જગન્નાથ (Jagannath) ની કૃપા આશિષ વરસતા રહે તેવી અપીલ કરી હતી.
Vadodara: વેપારી બે હાથ જોડીને કરગરતો રહ્યો અને પોલીસ ઢોર માર મારતી રહી
ગુજરાત (Gujarat) કોરોનાથી ત્વરાએ મુક્ત થાય અને સૌ સ્વસ્થ રહે તેવી પ્રાર્થના મુખ્યમંત્રીએ પ્રભુના ચરણોમાં કરી હતી. સૌ નાગરિકો ઘરમાં રહીને દૂરદર્શન અને અન્ય ચેનલો પરથી યાત્રાનું થનારું લાઈવ ટેલિકાસ્ટ નિહાળી ઘરે બેઠા જ ભગવાન ના દર્શન કરે તેવું જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પણ વિશેષ ઉપસ્થિતિ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube