145th Jagannath Rath Yatra Live: મોસાળમાં વાજતે ગાજતે ભગવાનને મામેરું અર્પણ કરાયું, રથ નિજ મંદિર રવાના થયા
કોરોનાએ ગ્રહણ લગાવ્યા બાદ આજે બે વર્ષ પછી જગતના નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્ર સાથે આજે નગરચર્યાએ નીકળ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણથી રથયાત્રાનો રસ્તો સ્વચ્છ કરીને ત્રણેય રથને ખેંચીને યાત્રાનો શુભારંભ કરાવ્યો. રથયાત્રાની પળેપળની અપડેટ.....
ઝી બ્યૂરો, અમદાવાદ: કોરોનાએ ગ્રહણ લગાવ્યા બાદ આજે બે વર્ષ પછી જગતના નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્ર સાથે આજે નગરચર્યાએ નીકળ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણથી રથયાત્રાનો રસ્તો સ્વચ્છ કરીને ત્રણેય રથને ખેંચીને યાત્રાનો શુભારંભ કરાવ્યો. રથયાત્રા પર વરસાદના અમી છાંટણા થતા માહોલ એકદમ આનંદમય બની ગયો છે. દર્શન કરવા આવેલા લોકો એકદમ ભાવવિભોર થઈ ગયા છે. ચારે કોર જય રણછોડ માખણ ચોરના નારા ગૂંજી રહ્યા છે. રથયાત્રાની પળેપળની અપડેટ.....
LIVE Update:
રથ નિજ મંદિર તરફ રવાના થયા
મોસાળમાં ભાણેજને મામેરું કરાયા બાદ હવે ભગવાનના રથ નિજ મંદિર તરફ રવાના થયા છે. ત્રણેય રથ સરસપુરથી નીકળી ગયા છે.
ગજરાજ નિજ મંદિર તરફ રવાના
ગજરાજ સરસપુરથી નીકળી રહ્યા છે અને નિજ મંદિર તરફ રવાના થઈ ગયા છે. જ્યારે ટ્રકો પણ સરસપુરથી નીકળવા લાગી છે.
વાજતે ગાજતે મામેરું અર્પણ કરાયું
ભગવાન હાલ તેમના મોસાળ સરસપુર ખાતે છે. અહીં મોસાળમાં વાજતે ગાજતે મામેરું અર્પણ કરાયું.
RathYatra 2022: CM ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ, કાલે કોરોના રિપોર્ટ આવ્યો હતો નેગેટિવ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube