ઝી બ્યૂરો, અમદાવાદ: કોરોનાએ ગ્રહણ લગાવ્યા બાદ આજે બે વર્ષ પછી જગતના નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્ર સાથે આજે નગરચર્યાએ  નીકળ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણથી રથયાત્રાનો રસ્તો સ્વચ્છ કરીને ત્રણેય રથને ખેંચીને યાત્રાનો શુભારંભ કરાવ્યો. કોરોનાના કેસ ફરી વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ભક્તોને અપીલ કરવામાં આવી છે કે લોકો માસ્ક અવશ્ય પહેરે, આ ઉપરાંત મંદિર ટ્રસ્ટે પણ શ્રદ્ધાળુઓને અપીલ કરી હતી કે લોકો ભગવાનના દર્શન કરવા આવે ત્યારે માસ્ક ખાસ પહેરે. રથયાત્રાના બંદોબસ્તમાં અભેદ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. 


ભગવાનને આવકારવા માટે ભક્તો આતુર
ભગવાન જગન્નાથના મોસાળ સરસપુર ખાતે રથયાત્રાને લઈને થનગનાટ છે. ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે. રથયાત્રાના સમગ્ર રસ્તા પર પેટ્રોલિંગ થઈ રહ્યું છે. ભક્તોનો માનવમહેરામણ ઉમટ્યો છે. જય રણછોડ માખણચોર ના નાદ સાથે લોકો ભગવાનના દર્શન કરી રહ્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube