અતુલ તિવારી/અમદાવાદ: રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાંથી અમદાવાદ ખાતે એકઠા થયેલા 'યુનાઇટેડ નર્સિંસ ફોરમ' સાથે સંકળાયેલા નર્સિંગના કર્મચારીઓ દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી છે. આશરે 1500 જેટલા કર્મચારીઓ વિવિધ પ્રકારની માંગો દર્શાવતા હોર્ડિંગ્સ સાથે લગભગ બે કિમી લાંબી રેલી કાઢીને અમદાવાદ કલેક્ટરને પોતાની માગો અંગે અવગત કરાવ્યા તો સાથે જ આવેદન પત્ર આપીને પડતર માગોનું ઝડપથી નિરાકરણ લાવવા વિનંતી કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, નર્સિંગના કર્મીઓ છેલ્લા 1 મહિનાથી દર ગુરુવારે પ્રતીક ઉપવાસ કરી રહ્યા હતા. પરંતુ સરકાર પર તેની કોઈ અસરનાં થતા હવે આખરે રેલી સ્વરૂપે અસંતોષ દર્શાવીને પોતાની માગો સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.


વિવિધ 13 જેટલી પડતર માગોને લઈ 'યુનાઇટેડ નર્સિંસ ફોરમ' દ્વારા કરવામાં આવ્યું પ્રતીક ઉપવાસ


1. કેન્દ્ર સરકારના ધારાધોરણો મુજબનું પગાર ધોરણ
2. નર્સિંગ, યુનિફોર્મ અને વોશિંગ એલાઉન્સમાં વધારો
3. GMERS માં ફરજ બજાવતા કર્મીઓને સાતમા પગારપંચનો લાભ
4. છેલ્લા વર્ષની ઇન્ટરનશીપ કરતા વિદ્યાર્થીઓને સટાઈપેન્ડ
5. કોન્ટ્રાક્ટ અને આઉટસોરસિંગ બંધ કરવું
6. સેપરેટ ડિરેકટોરેટ ઓફ નર્સિંગને મંજૂરી
7. નર્સિસના કેન્દ્રમાં બદલાયેલા નોમેનક્લેચરને રાજ્યમાં પણ મંજૂરી
8. નર્સ દર્દીના રેશ્યો મુજબ નર્સીસના તમામ હોસ્પિટલો / આરોગ્ય કેન્દ્રોમાં મંજુરી
9. સ્પેશિયાલિટી તાલીમ પ્રાપ્ત નર્સિસને ખાસ પોસ્ટ અને પગાર
10. સરકારી ફરજ બજાવતા નર્સિસને ચાલુ પગારે પ્રતિનિયુક્તિની પુન શરૂઆત
11. કાયમી નર્સિગ શિક્ષકો અમે કોલેજો ખાતે યુજીસીના ધારાધોરણ મુજબ પગાર
12. નેશનલ પેંશન સ્કીમ ચાલુ કરવી, નવા નર્સિસ માટે પણ તેનો અમલ અને 
13. CHC અને PHC ના કર્મચારીઓની સમસ્યા અંગે ચર્ચા કરી ઉકેલ કરવો


જુઓ LIVE TV....