અમદાવાદ : દિલ્હીના 17 વર્ષના કિશોરનું અપહરણ થયું હતું. જે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાંથી મળી આવ્યો છે. જોકે કયા કારણથી અપહરણ થયું તેને લઈને વસ્ત્રાપુર પોલીસ અંધારામાં છે. ગઈકાલે દિલ્હીમા 12 માં ધોરણમાં અભ્યાસ કરતો કિશોર પોતાની શાળામાં પરીક્ષા આપવા માટે ગયો હતો. જો કે પરીક્ષા પૂર્ણ થયા બાદ પણ કિશાર ઘરે ન પહોચતા તેના માતા પિતાએ દિલ્હી પોલીસમા અપહરણ થયાની ફરિયાદ નોંધાવી હતી. જોકે આ કિશોર શુક્રવાર સવારે અમદાવાદમાંથી મળી આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: 63 નવા કેસ, 39 દર્દી સાજા થયા, 3 લોકોનાં મોત


વસ્ત્રાપુર પોલીસની શી ટીમ સવારે પેટ્રોલિંગમા હતી, ત્યારે કિશોર વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની સામેના વિસ્તારમાંથી મળી આવ્યો હતો. શી ટીમે કિશોરની પુછપરછ કરતા તેને પોલીસને જણાવ્યું કે, પરીક્ષા પત્યા બાદ જ્યારે તે ઘરે જઈ રહ્યો હતો ત્યારે 4 જેટલા અજાણયા આરોપી તેનું અપહરણ કરીને ટ્રેન મારફતે અમદાવાદ લાવ્યા હતા. જોકે અપહરણ કરતાની નજર ચૂકવીને કિશોર ભાગી છૂટ્યો હતો. વસ્ત્રાપુર વિસ્તારમાં પહોંચ્યો હતો. ત્યારે કિશોરના માતા પિતા અને દિલ્હી પોલીસને વસ્ત્રાપુર પોલીસને જાણ કરી છે. ત્યારે તાપસ બાદ જ ખ્યાલ આવશે કે અપહરણનું સાચું કારણ શું હતું. 


રોલ્સરોય ગાડી મળશે પણ ડ્રગ નહી! ડ્રગ્સને એવો પેડલર કે જે આવક જોઇને જ ડ્રગ્સ વેચતો


અત્રે ઉલ્લેખનીય છે કે, સવારે દિલ્લીથી સ્કૂલ બહારથી અપહરણ થયેલા 17 વર્ષીય કિશોર મળી આવ્યો હતો. વસ્ત્રાપુર પોલીસે ગુમ કિશોર મળી આવ્યો હતો. કિશોરનું અપહરણ કરી 4 અજાણ્યા શખ્સો રેલવે મારફતે અમદાવાદ લઈ આવ્યા હતા. કિશોરના ગુમ થવા મામલે દિલ્લી મોડન ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી હતી. પોલીસ દ્વારા આ અંગે મોડલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. હાલ તો પોલીસ પણ આ મુદ્દે મોડલ ટાઉન પોલીસની રાહ જોઇ રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube