મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલી  સોદાગર પોળની પાસ એક જર્જરીત મકાનની છત પડતા બે ના મોત થયા છે. બનાવને પગલે 3 વર્ષીય બાળકી અને તેની માતા રસ્તા પરથી પસાર થતા દરમિયાનમાં છત પડવાથી બનેના મોત થયા. જોકે અન્ય એક સગીરા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. બપોરના સુમારે બનેલા આ બનાવ અંગે ફાયર બ્રિગેડની મદદ લેવાઈ. પ્રાપ્ત માહિતી અનુસાર બનાવમાં 2ના મોત થયા તે એક જ પરિવારના ત્રણેય સભ્યો હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ 'શહેન'શાહે ટ્વીટ કરી આભાર માન્યો


જેમાં એક માતા અને બીજી દીકરી હતી. મૃતક નજીયાબાનું પોતાની માતાને મળવા બાળકો સાથે કાલુપુર ગયા હતા. ઘરે પોતાના જમાલપુર સ્થિત ઘરે પરત ફરતા આ બનાવ બન્યો. હાલ ઇજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવી. ત્યારે સ્થાનિકોનો પણ આક્ષેપ છે કે, અગાઉ મકાન જર્જિત હોવાને કારણે સમારકામ માટે મ્હોલ્લા દ્વારા જાણ કરવામાં આવી હતી તેમ છતાં મકાનમાં રહેતા લોકોએ સમારકામ કરાવવાનુ યોગ્ય સમજ્યું નહિ. જેના લીધે બનાવ બન્યો.હાલ તો  કાલુપુર પોલીસે આ અંગે કાયદેસર કાર્યવાહી  હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube