અમદાવાદ : મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે અમદાવાદના નગરજનો માટે અંદાજે રૂ. 570 કરોડથી વધુના ખર્ચે કુલ 23 પ્રજાલક્ષી કાર્યોનું ઈ-લોકાર્પણ – ખાતમુહૂર્ત કરવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ફેઈઝ-2નું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આવતીકાલે તા. 28, મે, 2021ના રોજ અમદાવાદના નગરજનો માટે અંદાજે કુલ રૂા. 570 કરોડથી વધુના ખર્ચે કુલ 23 વિવિધ પ્રજાલક્ષી કાર્યોનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઈ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું અધિકારીઓ કહ્યામાં નથી? ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન સેન્ટર અંગે નીતિન પટેલે કહ્યું મને ખબર નથી


મુખ્યમંત્રી રૂપાણી દ્વારા નવીન બ્રિજ, BRTS પ્રોજેક્ટ અંતર્ગત ઈલેક્ટ્રિક બસ, વોટર પ્રોજેક્ટ, ગાર્ડન પ્રોજેક્ટ, સબ ઝોનલ ઓફિસ, અર્બન હેલ્થ સેન્ટર અને આંગણવાડીના નવિનીકરણનું ઈ-લોકાર્પણ જ્યારે બ્રિજ પ્રોજેક્ટ, સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ફેઇઝ-2, સ્પોર્ટસ સંકુલ અને વ્યાયમ શાળાનું આવતીકાલ સવારે 10.30 કલાકે ગાંધીનગરથી ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે.


સરકાર પાસે વેચવા માટે વેક્સિન છે વહેંચવા માટે નહી? GMDC ગ્રાઉન્ડ મફતમાં ખાનગી હોસ્પિટલને ફાળવાયું?


અત્રે ઉલ્લેખનીય છે કે, આજે જ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા કેટલાક સ્થળોની તપાસ કરીને તમામ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. તેમણે એસજી હાઇવે પર તૈયાર થયેલા ઓવરબ્રિજની મુલાકાત લીધી હતી. કામગીરીની સમીક્ષા કરીને સંતોષ વ્યક્ત કર્યો હતો. ઝડપથી તેનાં લોકાર્પણ અંગેની તૈયારીઓ શરૂ કરવા આદેશ આપ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube