ઉદય રંજન/અમદાવાદ: શહેરમાં સ્કૂલવાન ચાલકોની બેદરકારીની વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદમાં ચાલુ સ્કૂલ વાનમાંથી ત્રણ બાળકો પડી જવાની ઘટના સામે આવી હતી. જેમાંથી એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘાયલ થયેલા વિદ્યાર્થીને એલ.જી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ સ્કૂલવાનમાં એક સાથે 22 જેટલા વિદ્યાર્થીઓ ખચોખચ ભરવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંચામૃત સ્કૂલની વાનના ડ્રાયવરની ઘોર બેદરકારી સામે આવી છે. શાળાના વિદ્યાર્થીઓ શાળાએથી છૂંટતાની સાથે બેમાંથી સ્કૂલવાન બગડી જતા એક જ સ્કૂલવાનમાં 22 જેટલા વિદ્યાર્થીઓને ખચોખચ ભરીને લઇ જવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન સ્કૂલવાન ચાલક દ્વારા વધારે સ્પીડમાં ઇકો ગાડી ચલાવતા કારનો દરવાજો ખુલી જતા ત્રણ વિદ્યાર્થીઓ સોસાયટીના વળાંકમાં ચાલુવાનમાં પડી ગયા હતા. અને એક વિદ્યાર્થીની હાલત ગંભીર છે.


મામાને ઘરે પહોચ્યા ભગવાન જગ્ગન્નાથ, મંદિરમાં હવે થશે નિગ્રહના દર્શન


જુઓ LIVE TV



સોસાયટીના વળાંક પર ભયજનક ગતિએ વાન ચલાતા દુર્ધટના બની હતી. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને સ્કૂલવાન ચાલકની ઘોર બેદરકારી સામે આવી હતી. ટ્રાફિકના અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આ ઘટના બનતા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાન ચાલકનું લાયસન્સ રદ કરવામાં આવશે. અને તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.