AHMEDABAD: ઝૂંપડપટ્ટીની આગમાં યુવાનનાં 3 લાખ રોકડા, લાખોના ઘરેણા બળીને ખાખ
શહેરનાં વેજલપુરમાં આવેલી ઝુંપડપટ્ટીમાં આજે સવારે આગ લાગવાની ભીષણ ઘટના બની હતી. જ્યાં અનેક લોકોાં ઘર અને તેમનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો. યુવાને આપવીતી જણાવતા કહ્યું કે, મારા હાલમાં જ લગ્ન થયા છે. મારા એકઠા કરેલા ત્રણ લાખ રૂપિયા અને પત્નીના દાગીના આગમાં બળીને ખાખ થયા છે. આ કરૂણ કથની વર્ણવી છે ઝૂંપડામાં રહેતા ઇશ્વરભાઇે ઝુંપડપટ્ટીમાં લાગેલી આગના કારણે બધુ જ તહેસનહેસ થયું છે.આ માત્ર ઇશ્વરભાઇની જ વાત નથી. આ આગમાં અનેક સામાન્ય પરિવારનાં લોકોની મરણમુડી બળીને ખાખ થઇ ચુકી છે.
અમદાવાદ : શહેરનાં વેજલપુરમાં આવેલી ઝુંપડપટ્ટીમાં આજે સવારે આગ લાગવાની ભીષણ ઘટના બની હતી. જ્યાં અનેક લોકોાં ઘર અને તેમનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો. યુવાને આપવીતી જણાવતા કહ્યું કે, મારા હાલમાં જ લગ્ન થયા છે. મારા એકઠા કરેલા ત્રણ લાખ રૂપિયા અને પત્નીના દાગીના આગમાં બળીને ખાખ થયા છે. આ કરૂણ કથની વર્ણવી છે ઝૂંપડામાં રહેતા ઇશ્વરભાઇે ઝુંપડપટ્ટીમાં લાગેલી આગના કારણે બધુ જ તહેસનહેસ થયું છે.આ માત્ર ઇશ્વરભાઇની જ વાત નથી. આ આગમાં અનેક સામાન્ય પરિવારનાં લોકોની મરણમુડી બળીને ખાખ થઇ ચુકી છે.
અમદાવાદનાં વેજલપુર વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે. સવારે પોણા દસ વાગ્યે લાગેલી આગને ફાયર બ્રિગેડનાં જવાનોએ શક્ય તેટલું ઝડપી કાબુમાં લીધી હતી. જો કે તેમ છતા પણ આ ભયાનક આગમાં 25 જેટલા ઝુંપડા બળીને ખાક થઇ ગયા હતા. આ વિસ્તારમાં કાચા પાકા મકાન થઇને કુલ 500 જેટલા મકાનો છે. આગમાં એકાએક રાંધણગેસના સિલિન્ડર પણ બ્લાસ્ટ થવા લાગ્યા હતા. અહીં આશરે 10 જેટલા સિલિન્ડર બ્લાસ્ટ થતા 25 જેટલા ઝુંપડા બળીને ખાખ થઇ ગયા હતા.
બળેલા ઝુંપડાઓમાંથી ફાટી ગયેલા સિલિન્ડર ફાયરના જવાનો બહાર કાઢ્યા હતા. અહીં રહેતા લોકોની મરણમુડી પણ લુંટાઇ ગઇ હતી. ઇશ્વરભાઇના હાલમાં જ લગ્ન થયા હતા. જેથી ઘરમાં 3 લાખ રૂપિયા જેટલી રોકડ અને પત્નીનાં ઘરેણા જેવી વસ્તુઓ હતી. જે આ આગમાં બળીને ખાખ થઇ ગઇ હતી. આ ઉપરાંત મકાનનાં ડોક્યુમેન્ટ પણ બળીને ખાખ થઇ ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube