Ahmedabad: 3 દિવસમાં 3 હત્યાના ગુના, પોલીસ તપાસમાં સામે આવ્યો ચોંકાવનારો ખુલાસો
પોલીસ (Police) તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આરોપી સગીર મૃતકની દીકરીને છેલ્લા 6 મહિનાથી હેરાન કરતો અને અગાઉ મૃતક અને આરોપી વચ્ચે આ બાબતને લઇને પણ માથાકૂટ થઇ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
મૌલિક ધામેચા, અમદાવાદ: શહેર (Ahmedabad) માં છેલ્લા ૩ દિવસની અંદર હત્યા (Murder) ના ત્રણ બનાવ સામે આવ્યા છે. જોકે હત્યાના તમામ ગુના માં પરિવારજનો અથવા પરિચિતની સંડોવણી સામે આવી છે. પોલીસે તમામ ગુનાના આરોપીઓને ઝડપી લીધા છે. હત્યાના બનાવો શહેરમાં વધતા શહેર પોલીસ (Police) ની કામગીરી પર સવાલો ઉભા થયા છે.
વીઠલ પટણી , સુરેશ પટણી , નરેશ ઉર્ફે લાલો પટણીના નામના આરોપીઓને પોલીસે કસ્ટડીમાં લીધા છે. હત્યા કેસમાં કુલ ચાર આરોપીઓની સંડોવણી સામે આવી છે. પરંતુ એક કાયદાના સંઘર્ષ રહેલો બાળક પણ હત્યા (Murder) મા આરોપી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર હત્યા કેસમાં મુખ્ય આરોપી સગીરવયનો હોવાનું સામે આવ્યું છે. આ ચારે આરોપીઓએ ભેગા મળીને ભરત પટણી નામના યુવકની હત્યા કરી નાખી હતી. જોકે પોલીસે (Police) સગીર આરોપીની પણ ધરપકડ કરી લીધી છે.
હત્યા (Murder) કરવા પાછળના કારણ સામે આવ્યું છે કે સગીર આરોપી અને મૃતક વચ્ચે શાકભાજી અને ફ્રૂટ ની લારી મૂકવા બાબતે માથાકૂટ થઇ હતી.આરોપી એ માથાકૂટની અદાવત રાખીને રાત્રીનાં સમયે સહઆરોપી ઓ સાથે ભરતને તીક્ષ્ણ હથિયાર ના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો.
પોલીસ (Police) તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આરોપી સગીર મૃતકની દીકરીને છેલ્લા 6 મહિનાથી હેરાન કરતો અને અગાઉ મૃતક અને આરોપી વચ્ચે આ બાબતને લઇને પણ માથાકૂટ થઇ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જોકે હાલ તો પોલીસે સગીર સહિત ૪ આરોપીઓની ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
હાલ તો ચાંદખેડા (Chandkheda) પોલીસે આરોપીઓ ધરપકડ બાદ રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.પોલીસ રિમાન્ડ બાદ હત્યા પાછળની સાચી હકીકતો સામે આવશે. શહેરમાં બનેલી ત્રણ દિવસમાં ત્રણ હત્યા (Murder) ના બનાવથી પોલીસની કામગીરી પર સવાલો ઉભા કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube