મૌલિક ધામેચા, અમદાવાદ: લાંચ રુશ્વત વિરોધી બ્યુરો ની ડીકોયમાં વધુ એક પોલસી કર્મચારી સહીત ચાર વ્યક્તિઓ લાંચ લેતા ઝડપાયા છે. શહેરના એલ ડીવીઝન ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમનની ઐસી કી તૈસી કરીને આડેધડ પાર્કિગ કરતા વાહનચાલકનો વાહન ટોંઇગ કર્યા બાદ દંડ ભર્યાની રસીદ આપ્યા વગર જ ઉચ્ચક રૂપીયા લઇને વાહનો છોડી મુકવામાં આવતા હોવાની માહિતી ACBને મળી હતી. એટલુ જ નહી પણ વાહન ચાલકો ટ્રાફિકકર્મી અને  ટોઈંગ વાન સાથે અવારનવાર ઘર્ષણ થતા પણ નજરે પડતા હતા જેના આધારે ACBએ ડીકોય ટ્રેપનું આયોજન કર્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સવારના સમયે ડીકોયરનું ટુ વ્હીલર છોડાવવા માટે એલ ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ઉક્કડભાઇ વસાવાએ રૂપીયા 300ની માંગણી કરી હતી. જે મેહુલ ગોહેલ નામના ખાનગી વ્યક્તિના કહેવાથી અલ્તાફ સંધી અને સલીમ નામના વ્યક્તિએ સ્વીકારતા તેઓને રંગેહાથે ACBએ ઝડપી લીધા છે. હાલમાં ACB દ્વારા આ ચારેય આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube