AHMEDABAD: કોંગ્રેસનાં હારેલા ઉમેદવાર અપૂર્વ પટેલ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ
ખોખરા વોર્ડના હારેલા કોંગ્રેસ ઉમેદવાર સામે એટ્રોસિટી હેઠળ ફરિયાદ થતા ચકચાર મચી જવા પામી છે. અપૂર્વ પટેલ સામે એટ્રોસીટી એકટ હેઠળ પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. ખોખરા મસ્ટર સેન્ટરના મુકાદમ જગદીશ સોઢા અને તેમના પુત્ર અર્જુન સોઢા સામે પણ ધાકધમકી અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ખોખરા પોલીસ મથકમાં આ અંગેની મહિલા દ્વારા અરજી કરવામાં આવી છે. જેના પગલે ચકચાર મચી જવા પામી છે.
અમિત રાજપુત/ અમદાવાદ : ખોખરા વોર્ડના હારેલા કોંગ્રેસ ઉમેદવાર સામે એટ્રોસિટી હેઠળ ફરિયાદ થતા ચકચાર મચી જવા પામી છે. અપૂર્વ પટેલ સામે એટ્રોસીટી એકટ હેઠળ પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. ખોખરા મસ્ટર સેન્ટરના મુકાદમ જગદીશ સોઢા અને તેમના પુત્ર અર્જુન સોઢા સામે પણ ધાકધમકી અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ખોખરા પોલીસ મથકમાં આ અંગેની મહિલા દ્વારા અરજી કરવામાં આવી છે. જેના પગલે ચકચાર મચી જવા પામી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહિલા દ્વારા અગાઉ ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર ભાવિન સોલંકી, કોંગ્રેસ નેતા અપૂર્વ પટેલ અને મુકાદમ જગદીશ ઉર્ફે ભુપત સોઢા તથા તેના પુત્ર અર્જૂન સોઢા સહિત અનેક લોકોનાં નામના ઉલ્લેખ સાથે તેણે ફરિયાદ કરવા માટે ખોખરા પોલીસ સ્ટેશનમાં ગયા હતા. જો કે ખોખરા પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદનાં બદલે માત્ર અરજી જ લેતા મહિલાને લાગી આવ્યું હતું. જેના કારણે આખરે મહિલાએ ખોખરા અર્બન હેલ્થ સેન્ટર ખાતે દવા પી લેતા ચકચાર મચી ગઇ હતી. અર્બન હેલ્થ સેન્ટરમાં તેને પ્રાથમિક સારવાર અપાયા બાદ તત્કાલ 108ની મદદથી સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી.
Ahmedabad: આવતીકાલથી રાત્રિ કરર્ફ્યુંનો સમય બદલાયો, મોલ સિનેમા રહેશે બંધ
હાલ મહિલાની સિવિલ હોસ્પિટલ આઇસીયુમાં સારવાર ચાલી રહી છે. જ્યાં તેની સ્થિતી સ્થિરી હોવાનું ડોક્ટર્સ જણાવી રહ્યા છે. જો કે મહિલાએ અર્બન સેન્ટરના મહિલા સુપરવાઈઝર ત્રાસ આપતાં મહિલા સુપરવાઈઝરે ઝેરી દવા પીધી હતી. જો કે મહિલાએ ઝેરી દવા પી લેતા પોલીસ પણ હરકતમાં આવી હતી. ચોતરફી દબાણ થતા આખરે રિઢા પોલીસ તંત્રને પોલીસ ફરિયાદ દાખલ કરવાની ફરજ પડી હતી. જેના પગલે પોલીસે કોંગ્રેસ નેતા અપૂર્વ પટેલ, જગદીશ સોઢા, અર્જુન સોઢા મળીને ત્રાસ આપતા હોવાની ફરિયાદ દાખલ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube