ઉદય રંજન/અમદાવાદ: કાલુપુરના આગણિયા પેઢીના માલિકોએ નકલી ઈન્કમટેક્સ અધિકારી ઝડપાયો છે. આ ઈન્કમટેક્સ અધિકારીએ છેલ્લા એક અઠવાડિયામાં 50 લાખનો તોડ કર્યો છે. પોલીસે આરોપી પાસેથી પૈસા કબજે કરે તે પહેલાં આગણિયા પેઢીના કર્મચારીએ પોત પોતાના પૈસા વહેંચી લીધા અને બાદમાં પોલીસને કબ્જે કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અજયકુમાર ઉર્ફે સંદીપકુમાર નામનો 420 છેલ્લા એક અઠવાડિયાથી અમદાવાદના આંગડિયા પેઢીઓમાં પોતાની ઓળખ ઈન્કમટેક્સ ઓફિસર તરીકે આપી અને ચૂંટણી લક્ષી ચેકિંગ છે તેમ કહી માલિકોને ડરાવી તેમ કહી લાખો રૂપિયા તોડ કરી રહ્યો હતો. પણ શ્રીમાન 420નો ભાંડો અમદાવાદના કાલુપુરના આંગડિયા પેઢીના માલિકોએ ફોડી નાખ્યો છે.


ઊંઝામાં 37 અને અમદાવાદમાં 2 જગ્યાએ સ્ટેટ જીએસટી વિભાગનો સપાટો


ઈલેક્શન લક્ષી કામગીરીનું નામ આપી આંગડિયા પેઢીઓમાં તોડ કરવા માટે ગયો હતો. આંગડિયા પેઢીમાં તે આઇટી ઓફિસર અને ચૂંટણી ઓફિસરની ઓળખ આપી તોડ કરતો હતો. આરોપી કાલુપુરમાં આવેલી PM, RR, રક અને માધવ મગન નામની આંગડિયા પેઢીમાં ગયો હતો. જેમાંથી એક આંગડિયા પેઢીમાં 2 લાખ રૂપિયા લીધા બાદ તે બીજી આંગણિયા પેઢીમાં ગયો ત્યાં તે લોકોને શંકા જતા તેને પકડી લેવામાં આવ્યો અને માર મર્યા બાદ તેને કાલુપુર પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.


સરકાર સામે વિરોધ કરવાનો તમામ સરકારી અધિકારીને અધિકાર: ગુજરાત હાઇકોર્ટ



પોલીસની પ્રાથમીક તપાસમાં સામે આવ્યું છે કે, આજય કુમાર ઉર્ફે સદીપકુમારએ મૂળ રાજસ્થાનનો છે. અને તે આઇઆઇબીનો અભ્યાસ કરેલો છે. આ પ્રેરણા તેને ટેલિવિઝનના માધ્યમથી મળી હતી. આરોલી છેલ્લા એક અઠવાડિયાથી શાહીબાગની એક હોટલમાં રોકાયો હતો. અને પોલીસે ત્યાં પણ તપાસ કરી છે. અને આ પ્રકારના નકલી સરકારી આઈકાર્ડ ક્યાંથી બનાવ્યા કોની સાથે રાખી બનાવ્યા તે બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં બીજા કોઈ સાથે આ પ્રકારે છેતરપીંડી કરી છે કે નહીં તે પણ તપાસ શરૂ કરી છે.