જાવેદ સૈયદ/અમદાવાદ: બાવળા પાસે આવેલી એક કંપનીમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવતા દોડધામ મચી ગઇ હતી. મોટી સંખ્યામાં કામ કરી રહેલા કંપનીના કામદારો આગની ઘટના બનતા કંપની બહાર દોડી આવ્યા હતા. આગ લાગવાને કારણે ફાયરની ટીમ દ્વારા ભારે જહેમત કરવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાળળા પાસે આવેલી ચાંગોદર રોડ પર આવેલી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. રજોડા ગામ પાસે આવેલી બિગ બોક્ષ નામની ફેક્ટરનીમાં ભીષણ આગ લાગવાને કરાણે દોડઘામ મચી હતી. ભીષણ આગ લાગવાને કારણે અમદાવાદ બાવળા સહિતના 8 જેટલી ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.


જે શાક મહિના પહેલા 20 રૂપિયે કિલો વેચાતુ, તે 100-150 રૂપિયાનું વેચાતુ થયું



ચાંગોદર રોડ પર આવેલી ફેક્ટરીમાં આગ લાગી હતી. ગરમીમાં આગ લાગવાને કારણે ફાયરની ટીમને પણ ભારે જહેમત કરવી પડી રહી છે. બપોર લાગેલી આગને કારણે ફાયરની ટીમ દ્વારા કંપનીને ચારે બાજુથી પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. હજી સુધી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો નથી. આગ ક્યા કારણો સર લાગ્યું તે હજી સુધી જાણી શકાયું નથી.