અતુલ તિવારી/અમદાવાદ: ગુજરાતમાં આગ લાગવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. સાણંદ નજીક ઉમા એસ્ટેટમાં આવેલી કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ આગને પગલે 18 ફાયર ફાઈટરને અમદાવાદથી મોકલવામાં હતા.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધીમે ધીમે આગ વિકરાળ બનતા પ્લાસ્ટિક અને મેટલના બેરલ ફાટવા લાગ્યા હતા. કેમિકલના બેરલ હોવાથી આગ વધુ પ્રસરી રહી છે. અંદાજે એક લાખ લીટર પાણી વપરાયું છે. સ્થનિક ફાયર ફાઈટરે પાણીના બે ફેરા મારવા પડી રહ્યા છે. આગને કાબુમાં લાવવા બેથી ત્રણ કલાક લાગી શકે છે.


સુરત આગની ઘટના બાદ વડોદરામાં ફાયરસેફ્ટીનોસપાટો, NOC માટે લાગી લાઇનો



સાણંદ જીઆઇડીસીમાં લાગેલી આગમામલે ફાયર ચીફ ઓફિસરે એમ.એફ દસ્તુરે નિવેદન આપ્યું હતું કે, આગ પરકાબૂ મેળવવા માટે ત્રણ કલાકથી વધારેનો સમય લાગ્યો હતો. 3 લાખ લીટર કરતા પણ વધારે પાણીનો મારો ચલાવામાં આવ્યા છે. ત્યારે આગ લાગવાથી 18 જેટલી ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.