અમદાવાદ: પોલીસ અને તંત્રથી ત્રાસેલો વ્યક્તિ જીવતો સળગ્યો, માનવતા જાહેરમાં ભડકે બળી
શહેરના સરદારનગર વિસ્તારમાં જાહેરમાં એક વ્યક્તિએ આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ છે. કેટલાક દિવસ અગાઉ મકાન પડી જવાની ઘટનાને પગલે ઇજાગ્રસ્ત વ્યક્તિ ફરિયાદ નોંધાવી રહ્યા હતા. તેને લઇને મકાન માલિકે ધમકી આપતા આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ઘટનાને પગલે પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા. સળગેલા યુવકને લઇને આક્રંદ કરવા લાગ્યા હતા. શહેરના સરદારનગર વિસ્તારમાં કુબેર નગર રોડ પર જાહેરમાં એક વ્યક્તિએ પોતાના શરીરને આગ ચાંપીને આત્મહત્યાનો પ્રયાસ કરતા પોલીસ દોડતી થઇ ગઇ છે.
અમદાવાદ : શહેરના સરદારનગર વિસ્તારમાં જાહેરમાં એક વ્યક્તિએ આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ છે. કેટલાક દિવસ અગાઉ મકાન પડી જવાની ઘટનાને પગલે ઇજાગ્રસ્ત વ્યક્તિ ફરિયાદ નોંધાવી રહ્યા હતા. તેને લઇને મકાન માલિકે ધમકી આપતા આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ઘટનાને પગલે પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા. સળગેલા યુવકને લઇને આક્રંદ કરવા લાગ્યા હતા. શહેરના સરદારનગર વિસ્તારમાં કુબેર નગર રોડ પર જાહેરમાં એક વ્યક્તિએ પોતાના શરીરને આગ ચાંપીને આત્મહત્યાનો પ્રયાસ કરતા પોલીસ દોડતી થઇ ગઇ છે.
કુબેરનગર વિસ્તારમાં રહેતા સંતોષ ચારણ નામના વ્યક્તિએ જાહેર રોડ પર પોતાના જ શરીરને આગ ચાંપીને આત્મહત્યાનો પ્રયાસ કરતા પોલીસ દોડતી થઇ છે. કુબેરનગર વિસ્તારમાં રહેલા સંતોષ ચારણ નામના વ્યક્તિએ જાહેર રોડ પર જ પોતાના શરીર પર આગચાંપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટના અંગે જાણ થતાની સાથે જ સરદારનગર પોલીસ તત્કાલ ઘટના સ્થળે પહોંચીને ઇજાગ્રસ્તને સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા હતા. પોલીસનું કહેવું છે કે, કેટલાક દિવસ અગાઉ કુબેરનગર રોડ પર એક બિલ્ડિંગ ઘરાશાયી થઇ હતી. જેમાં બીજા વ્યક્તિનું મોત નિપજ્યું હતું.
ગુજરાતમાં નકલી પોલીસનો આતંક, જેતપુરમાં વયોવૃદ્ધ લોકોને કરતા હતા ટાર્ગેટ
પ્રાથમિક તબક્કે પોલીસે આકસ્મિક મોતનો ગુનો દાખલ કરીને વધારે તપાસ આદરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તપાસ દરમિયાન બિલ્ડીંગના માલિકની બેદરકારી સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી હતી. જેમાં ફરિયાદી ઇજાગ્રસ્ત સંતોષ ચારણ હતા. જેની જાણ મકાન માલિકને થતા તેણે ઇજાગ્રસ્તને ધમકી આપી હતી. ધમકીથી કંટાળીને ઇજાગ્રસ્તોને આ પગલું ભર્યું હોવાનું પોલીસનું કહેવું છે. હાલમાં પોલીસે આ સમગ્ર મુદ્દે ઇજાગ્રસ્તોની ફરિયાદ નોંધીને વધારે તપાસ આદરી છે. જો કે ઘટનાને પગલે એકઠા થયેલા લોકોએ આગ ઠારવા કે તે વ્યક્તિને બચાવવાના બદલે મોબાઇલમાં વીડિયો ઉતાર્યા હતા. વીડિયોમાં જોઇ શકાય છે કે, એક વ્યક્તિ પોતાના શરીર પર આગ લગાવી દે છે. સેકન્ડોમાં તેના શરીર પરના તમામ કપડા સળગી ઉઠે છે. ત્યાર બાદ તે બળેલી હાલતમાં જ ઉભેલો દેખાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube