મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલા એશ્વર્યા ફ્લેટમાં અંગત અદાવતમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કરવા આવેલા શખ્સો એક-બે નહીં પરંતુ દસથી વધુ શખ્સો એકાએક ફ્લેટમાં ઘૂસી જઇ યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: સુરતીઓ સાવધાન: મહેમાનની ગાડી સોસાયટી/ફ્લેટ બહાર પાર્ક કરાવી તો થશે કાર્યવાહી


જોકે જોધપુર પોલીસ ઘટના સ્થળ પર પહોંચે ત પહેલાં જ મારામારી કરવા આવેલા શખ્સો ફરાર થઇ ગયા હતા. પરંતુ તેમની હરકત સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. ત્યારે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે, એશ્વર્યા ફ્લેટમાં દંડો તેમજ તીક્ષ્ણ હથિયાર લઇને ઘૂસી આવેલા આ શખ્સો પડોશમાં રહેતા આધેડને પણ ધમકાવવાનું છોડતા નથી.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...