અમદાવાદ :  ઓનલાઇન ફૂટ મંગાવનારાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. શહેરના રાણીપમાં રહેતા એક વ્યક્તિને કડવો અનુભવ થયો છે. ઓનલાઇન ફૂડ ડિલિવરી એપથી રેસ્ટોરન્ટમાંથી ફૂડ ઓર્ડર કર્યું અને જ્યારે જમવા બેઠો ત્યારે પનીર બટર મસાલા સબ્જીમાંથી 2 ઇંચનો લાકડાનો ટુકડો નિકળ્યો હતો. રેસ્ટોરન્ટના મેનેજરે ભુલ સ્વિકારવાના બદલે કહ્યું કે આ તજનો ટુકડો છે પછી લાકડાનો ટુકડો જોઇને ભૂલ સ્વીકારી હતી. ભોગ બનનાર વ્યક્તિએ રેસ્ટોરન્ટ દ્વારા ભુલ નહી સ્વિકારતા ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત વિગતો અનુસાર રાણિપ વિસ્તારમાં રહેતા મોહિત ભાઇએ ફૂડ ડીલિવરી એપથી ફૂડ ઓર્ડર કર્યું હતું. તેઓનો ઓનલાઇન ફૂડ ઓર્ડર નારણપુરાની SEASON 9 રેસ્ટોરન્ટમાંથી આવ્યો હતો. જો કે તેઓ જ્યારે જમવા બેઠા ત્યારે પનીર બટર મસાલામાંથી 2 ઇંચનો લાકડાનો ટુકડો નિકળ્યો હતો. આ અંગે રેસ્ટોરન્ટમાં જાણ કરી હતી. 


જો કે મેનેજર લાજવાના બદલે ગાજ્યો હતો. મેનેજરે કહ્યું કે, હું તમારા ઘરે આવીને ચેક કરૂ છું. મેનેજર ઘરે આવ્યો ત્યારે મારા માટે ગુલાબજાંબુ અને બીજી સબ્જી લઇને આવ્યા હતા. મે તેમને કહ્યું કે, આ લાકડાનો ટુકડો છે. ત્યારે મેનેજરે પહેલા તો કહ્યું કે આ તજનો ટુકડો છે. ત્યાર બાદ રકઝકના અંતે તેણે સ્વિકાર્યું કે, આ લાકડાનો ટુકડો છે. જવાબદાર વિરુદ્ધ પગલા લેવાની બાંહેધરી પણ આપી હતી. જો કે આ બનાવ અન્ય સાથે ન બને તે માટે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ દાખલ કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube