ઉદય રંજન/અમદાવાદ : પરિણીતા અને તેના પતિને નોકરી આપ્યા બાદ સિક્યોરિટી ગાર્ડે દુષ્કર્મ ગુજાર્યું હોવાનું સામે આવ્યું છે. મહિલા પર દાનત બગડતા ગાર્ડે મહિલાના પતિને નોકરીમાંથી કાઢી મૂકી છેડતી કરી બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં વિડીયો વાયરલ કરવાની ધમકી આપતા મહિલાએ હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવી અને પોલીસે આરોપીની ધરપકડ કરી છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદીઓ સાવધાન! હવામાન વિભાગે ઉંઘ ઉડાડી મુકે તેવી આગાહી વ્યક્ત કરી, જ્યાં પણ હો ઘરે પહોંચી જાવ


અનિલ મિશ્રા નામનો આ વ્યક્તિ કે જે નિકોલ સ્પોર્ટ્સ હોસ્ટેલમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. આ ઉપરાંત સિક્યુરિટી સુપરવાઈઝર પણ છે. આરોપી એ 27 વર્ષીય પરિણીતાને નોકરીએ રાખી હતી. બાદમાં તેના પતિને પણ નોકરીએ રાખ્યો હતો. એકાદ માસમાં કામ બરાબર નથી કહીને મહિલાના પતિને નોકરીમાંથી કાઢી મુક્યો હતો. બાદમાં રોજ નોકરી પુરી થવાના સમયે આરોપી આ મહિલાની છેડતી કરતો હતો. નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપી તેના પર અનેક વાર હોસ્ટેલમાં બળાત્કાર ગુજાર્યો હોવાની કેફિયત મહિલાએ આપી છે. 


દિવા તળે અંધારુ: ખ્યાતનામ બિલ્ડરને પણ નડી મોંઘવારી, ગાડીની ટાંકી ફુલ કરી ભાગી જતો અને...


આરોપીએ અનેક વાર મહિલા પર બળાત્કાર ગુજારી વિડીયો ઉતાર્યા હતા. અનેક વાર મહિલાને નિર્વસ્ત્ર કરી તેના પણ વિડીયો લઈ વાયરલ કરવાની ધમકીઓ આપી બળાત્કાર ગુજાર્યો હતો. કોરોનામાં મહિલા અને તેના પતિ પાસે નોકરી ન હોવાથી તે બને એ જગ્યાએ નોકરીએ લાગ્યા હતા. બાદમાં મહામારીમાં પતિને નોકરીમાંથી આરોપીએ કાઢી મુકતા મહિલા આ અત્યાચાર સહન કરતી હતી. જો કે આખરે કંટાળીને મહિલાએ ફરિયાદ નોંધાવતા આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ મહિલા પર ગુજારેલા બળાત્કારના વિડીયો ફોનમાં રાખતા પોલીસે એફ.એસ.એલની મદદ લઇને તપાસ આદરી છે. આરોપીના મેડિકલ ટેસ્ટ સહિતના મુદ્દાઓ પર હવે પોલીસ તપાસ કરી મહિલાને ન્યાય અપાવવા સક્રિય થઈ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube