અમદાવાદ :  કોરોનાને કારણે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બી.કોમ સેમેસ્ટર-1ના વિદ્યાર્થીઓની પરીક્ષા અગાઉ ઓનલાઇન મોક ટેસ્ટ માટે વિદ્યાર્થીઓ ટેક્નીકલ ખામીના કારણે લોગ ઇન કરી શક્યા નહોતા. જેના કારણે તેઓ 11 વાગ્યે શરૂ થનારી પરીક્ષામાં 11.40 સુધી મથતા રહ્યા હતા. આખરે 11.40 વાગ્યે ટેક્નીકલ ખામીમાં સુધારો થતા પરીક્ષા ચાલુ થઇ હતી. જેથી પ્રથમ પરીક્ષામાં જ 40 મિનિટ જેટલું મોડુ થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત યુનિવર્સિટીમાં ઓનલાઇન પરીક્ષા પસંદગી કરનાર બી.કોમ સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓના અનુસાર આજથી મોક ટેસ્ટ શરૂ થઇ હતી. 11 વાગ્યાથી પરીક્ષા ચાલુ થવાની હતી. જો કે 11 વાગ્યે લોગઇન કરવાનો પ્રયાસ કર્યો તો લોગઇન થઇ શક્યું નહોતું. પહેલા મને લાગ્યું કે મારા નેટમાં તકલીફ હશે. જો કે મારા મીત્રનો કોલ આવ્યો ત્યારે મને ખબર પડી કે આ તકલીફ તમામ મિત્રોને આવી રહી છે. 


આખરે 11.40 વાગ્યે લોગઇન થયું હતું અને પરીક્ષા 12.40 સુધી ચાલી હતી. સરવરમાં તકલીફના કારણે કેટલા વિદ્યાર્થીઓને આઇડી પાસવર્ડ ખોટા દર્શાવ્યા હતા તો કેટલા વિદ્યાર્થીઓ લોગઇન જ કરી શકતા નહોતા. જો કે આખરે 11.40 વાગ્યે વિદ્યાર્થીઓ લોગ ઇન કરી શક્યા હતા અને તેઓએ 12.40 વાગ્યા સુધી પરીક્ષા પણ આપી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube