ઉદય રંજન/અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચે એક એવા વ્યક્તિની ધરપકડ કરી છે, જે વર્ષ 2006માં પોલીસ ચોપડે મૃત્યુ પામ્યો છે. એટલે કે ઝડપાયેલ યુવકે વીમો પકવવા માટે 17 વર્ષ પહેલા એક ભિક્ષુકની હત્યા કરી, પોતાના મોતનું તરકટ રચ્યું, જો કે તેણે કરેલી હત્યાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ લીધો છે. ઝડપાયેલા આરોપી પાસેથી બોગસ ડોક્યુમેન્ટ મળી આવતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેનો ગુનો નોંધ્યો અને આગ્રામાં થયેલી હત્યાની જાણ આગ્રા પોલીસને કરાતા વર્ષ 2006માં થયેલા અકસ્માત કેસમાં ઝડપાયેલા આરોપી અને અન્ય ફરાર આરોપીની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

80 લાખનો વીમો પકવવા માટે એક ભિક્ષુકની હત્યા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ અનિલ સિંઘ વિજયપાલસિંઘ ચૌધરી છે. જોકે વર્ષ 2006થી તે અમદાવાદમાં રાજકુમાર વિજયકુમાર ચૌધરીના નામે મનમોહન નગર નિકોલ ખાતે વસવાટ કરે છે. ઝડપાયેલા આરોપી પાસેથી રાજકુમારના નામના તમામ ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે. જેની તપાસ કરતા તે તમામ દસ્તાવેજ ખોટા બનાવવામાં આવ્યા છે. જે અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ કરતા 17 વર્ષ પહેલા આગ્રામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો. જોકે આગ્રા પોલીસ તે બનાવને માત્ર એક અકસ્માત સમજી તપાસ કરતી હતી અને તપાસ બંધ પણ કરી દીધી હતી. પરંતુ  ક્રાઈમ બ્રાન્ચે તે હત્યાના ખતરનાક ગુનાનો ભેદ ઉકેલ્યો અને 80 લાખનો વીમો પકવવા માટે એક ભિક્ષુકની હત્યા કરી પોતે ખોટું નામ ધારણ કર્યું હતું હોવાનો ખુલાસો ક્રાઇમ બ્રાંચે કર્યો છે અને દિલ્લી પોલીસના ચોપડે મૃત્યુ પામનાર આરોપીની ધરપકડ કરી છે.


80 લાખ રૂપિયાની પોલીસી પણ પકવી લીધી
ઝડપાયેલા આરોપી અનિલસિંઘ ઉર્ફે રાજકુમારની બોગસ દસ્તાવેજોના ગુનામાં ધરપકડ કરી પૂછપરછ કરતા હકીકત સામે આવી કે અનિલસિંઘ તેના પિતા વિજયપાલ સિંઘ તેનો ભાઈ અને તેના બે મિત્રએ મળી વર્ષ 2004માં 80 લાખનો વીમો પકવવા માટે પોતાની મોટુંનું કાવતરું રચ્યું હતું. જેમાં એક ભિક્ષુકની હત્યા કર્યાનું સામે આવ્યું છે અને આ આખું લાખોની રકમ પડાવવા માટે કાવતરું રચ્યું હતું. જે કાવતરાના ભાગરૂપે 2004માં અનિલના નામે lLIC ની જીવન મિત્ર નામની 20 લાખની પોલીસી લેવામાં આવી હતી, જે પોલીસીમાં જો પોલિસી ધારકનું અકસ્માતે મૃત્યુ થાય તો ચાર ઘણા એટલે કે 80 લાખ રૂપિયા મળવાના હતા. જેથી વર્ષ 2006ના જાન્યુઆરી મહિનામાં અનિલના પિતા વિજય પાલે અનિલના નામે એક સેન્ટરો ગાડી લીધી અને તેનો પણ વીમો ઉતરાવ્યો હતો. બાદમાં 31 જુલાઈ 2006ના રોજ અનિલે ઘનકોરથી ગાઝિયાબાદ જતી ટ્રેનમાં ભિક્ષુક વૃત્તિ કરતા યુવકને જમાડવાના બહાને પોતાની સાથે લઈ ગયો, અને બેભાન કરી પોતાની ગાડી નો અકસ્માત સર્જી તેને આગ લગાવી દીધી હતી. જોકે તે ગાડીમાં મૃતક અનિલ નહીં પરંતુ ભિક્ષુક હતો, તે વાત જાણતા હોવા છતાં અનિલના પરિવારે કે મૃતદેહ સ્વીકાર્યો. તેના અંતિમ સંસ્કાર કર્યા અને પરિવાર તથા સમાજના લોકોએ બેસણું પણ કરી દીધું હતું અને અનિલને મૃત જાહેર કરી તેને 80 લાખ રૂપિયાની પોલીસી પણ પકવી લીધી હતી.


17 વર્ષથી અમદાવાદમાં રહેતો હતો આરોપી
મહત્વનું છે કે 17 વર્ષથી અમદાવાદમાં રાજકુમારના નામે રહેતા હત્યારાની ક્રાઈમ બ્રાન્ચની માહિતી મળી અને જેની તપાસ કરતા વીમાની રકમ મેળવવા માટે આગ્રામાં થયેલા ભિક્ષુકની હત્યાનો ભેદ ઉકેલાયો છે. ત્યારે  અનિલ ઉર્ફે રાજકુમાર ખોટી ઓળખ એટલા માટે ઊભી કરી હતી કે પોતાન ભાંડો કયારે ફૂટે નહિ એ માટેથી પણ અંતે ભાંડો ફૂટી જતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ બનાવટી દસ્તાવેજોની અને આ દસ્તાવેજો ક્યાં બનાવ્યા કોની પાસે બનાવ્યા તેની તપાસ કરી રહી છે. સાથે જ 31 જુલાઈ 2006માં થયેલી હત્યાની માહિતી આગ્રા પોલીસને આપતા પોલીસે અકસ્માતના ગુનામાં હત્યાની કલમો ઉમેરી અનિલસિંઘ તેના પિતા  વિજયપાલસિંઘ સહિત ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ અને ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે.


17 વર્ષથી તેની પત્ની અને બાળકોથી પણ આ વાત છુપાવી હતી
આરોપી અનિલ ઉર્ફે રાજકુમાર એટલો ચાલાક હતો કે, હત્યાને અંજામ આપી ગણતરીના કલાકોમાં અમદાવાદ આવી ગયો અને અને છેલ્લા 17 વર્ષથી તેની પત્ની અને બાળકોથી પણ આ વાત છુપાવી હતી. સાથે જ જો તેના પરિવારના કોઈ વ્યક્તિને મળવું હોય તો દિલ્હી અથવા સુરત મળવા આવી જતો હતો. જોકે વીમા માટે થી ભિક્ષુકની હત્યા અને  અનિલ ઉર્ફે રાજકુમારે ખોટી ઓળખ ઉભી કરી છે એ માહિતી જે તે સમયે  અનિલ ઉર્ફે રાજકુમારને સાથ આપનાર કોઈ એક મિત્ર એ જ પોલીસ ને આપી હોવાની માહિતી મળી રહી છે. જોકે પોલીસ તપાસ બાદ અને આગ્રામાં હત્યાનો ગુનો નોંધાયા બાદ ‌શુ નવી વિગત સામે આવે છે. તે જોવુ મહત્વનું છે.