AHMEDABAD: મહિલાઓ ડ્રાઇવિંગ શીખે તે માટે તેલંગાણાની એક મહિલાએ શરૂ કર્યો અનોખો પ્રયાસ
મહિલાઓ માટે ડ્રાઇવિંગને પ્રોત્સાહન આપવાની રાષ્ટ્રીય ઝૂંબેશ સાથે તેલંગાણાની એક મહિલાએ દેશભરમાં મોટરસાયકલની ટુર શરૂ કરી. અને આ ટુર મારફતે મહિલાઓને ડ્રાઈવિંગ શીખવા માટે પ્રોત્સાહન આપી રોજગાર પ્રત્યેની તકો વધારવા જાગૃતતા લાવવાનો પ્રયાસ કરી રહી છે. મૂળ તેલંગાણાની મહિલા જય ભારતી એ 11 ઓક્ટોબરથી શરૂ કરેલી ટુર 40 દિવસની માં પૂર્ણ કરશે. જેમાં 20 શહેરોમાં ફરી 11 હજાર 111 કિલોમીટર પરિભ્રમણ કરશે.
મૌલિક ધામેચા/અમદાવાદ : મહિલાઓ માટે ડ્રાઇવિંગને પ્રોત્સાહન આપવાની રાષ્ટ્રીય ઝૂંબેશ સાથે તેલંગાણાની એક મહિલાએ દેશભરમાં મોટરસાયકલની ટુર શરૂ કરી. અને આ ટુર મારફતે મહિલાઓને ડ્રાઈવિંગ શીખવા માટે પ્રોત્સાહન આપી રોજગાર પ્રત્યેની તકો વધારવા જાગૃતતા લાવવાનો પ્રયાસ કરી રહી છે. મૂળ તેલંગાણાની મહિલા જય ભારતી એ 11 ઓક્ટોબરથી શરૂ કરેલી ટુર 40 દિવસની માં પૂર્ણ કરશે. જેમાં 20 શહેરોમાં ફરી 11 હજાર 111 કિલોમીટર પરિભ્રમણ કરશે.
GUJARAT CORONA UPDATE: નવા 30 કેસ, 18 સાજા થયા, એક પણ મોત નહી
આ મહિલાએ અત્યાર સુધી હૈદરાબાદ, બેંગલોર, ચેન્નાઈ, ગોવા, મુંબઇ અને ગુજરાતમાં સફર કરી છે. ત્યારે આવનારા દિવસોમાં રાજસ્થાન શ્રીનગર દિલ્હી અને વારાણસી સહિતના શહેરોમાં સ્ત્રીશક્તિને સશકત કરવા માટે પ્રેરણારૂપ સાબિત થશે. મહત્વનું છે કે, મહિલાઓ ડ્રાઇવિંગની સાથે ઉદ્યોગસાહસિક તકોમાં પુરુષ સમોવડી બને તો આવનારા પાંચેક વર્ષમાં ઓછી આવકવાળા પરિવારમાંથી આવતી મહિલાઓને આવા પ્રશિક્ષણ આપવામાં આવશે તો અનેક ગામડાઓને અને શહેરોની મહિલાઓને આત્મનિર્ભર બનતા જોઈ શકાશે.
કચ્છમાંથી મળી આવ્યા મંગળના ખડકો, NASA અને ISRO દ્વારા શરૂ કરાયુ સંશોધન
રાઇડર જયા ભારતીય આ ઝુંબેશના ભાગરૂપે દ્રી ચકી અને ત્રિ ચક્રી વાહન ચલાવવાનું શીખવા માંગતી મહિલાઓ માટેની એક વોટ્સએપ નંબર પણશરૂ કર્યો છે. જેનાથી આ મહિલાઓને લગતી નોકરીની તક ભાષા રાજ્ય આધારે ઓફર કરી શકાય. જય ભારતીનું માનવું છે કે, શરૂઆતમાં કેટલીક કઠીનાઈઓનો મહિલાઓને સામનો કરવો પડી શકે છે. પરંતુ પ્રશિક્ષણ મેળવવાથી ઘણી અસુરક્ષિતતા બંધ થશે અને નોકરીની તકો ઉભી થશે કારણે મહિલાઓની પસંદગીની નોકરી મેળવી શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube