Spcial Media Viral Video: ગુજરાતમાં સ્ટંટ કરનારા લોકો સામે પોલીસ અવારનવાર લાલ આંખ કરે છે, તેમ છતાં કોઈ સુધારવાનું નામ લેતું નથી. સ્ટંટ કરનારા લોકોને જાણે કોઇ ખોફ ન હોય તેમ હજુ પણ જીવના જોખમે સ્ટંટ કરતાં વીડિયો વાયરલ થઇ રહ્યા છે. હવે અમદાવાદનો એક વીડિયોએ ભારે ચર્ચા ચગાવી છે. આ વીડિયો એક યુવતીનો છે. જેમાં યુવતી છૂટા હાથે એક્ટિવા ચલાવી સ્ટંટ કરતી જોવા મળી રહી છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઇ રહ્યો છે. જોકે, ZEE 24 Kalak આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદના રસ્તા પર ભરચક ટ્રાફિકમાં સ્ટંટ કરતી યુવતીનો વીડિયોએ પોલીસનો કોઈ ખોફ જ ના હોય એવું ભાસી રહ્યું છે. શહેરના ટ્રાફિકવાળા વિસ્તારમાં યુવતીએ છૂટા હાથે વાહન ચલાવીને જોખમી સ્ટંટ કર્યા છે. જોખમી સ્ટંટ કરીને યુવતીએ અન્ય વાહનચાલકોનો જીવ જોખમમાં મૂક્યો હતો. વીડિયોમાં યુવતી ચાલુ વ્હિકલે સ્ટંટ કરતી અને બન્ને હાથ છોડીને ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ ઘટનાને જોતા એક કારચાલકે વીડિયો ઉતારીને વાયરલ કર્યો છે. વાયરલ વીડિયો એરપોર્ટ રોડનો હોવાની શક્યતા જોવામાં આવી રહી છે.



અમદાવાદમાં મોડીરાત્રનો વીડિયો હોય એવું લાગી રહ્યું છે. જેમાં યુવતી પોતાના એક્ટિવા પર અક્સ્માત સર્જાય તે રીતે ચલાવતી અને ડાન્સ કરતી જોવા મળી રહી છે. અમદાવાદ એરપોર્ટથી શાહીબાગ તરફ જતાં રસ્તાનો વીડિયો વાયરલ થયો છે. યુવતી સ્ટંટની સાથે ડાન્સ મૂવ્સ કરતી દેખાઈ રહી છે. અગાઉ આવા વીડિયો વાયરલ થતાં તાત્કાલિક ટ્રાફીક પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો.


નોંધનીય છે કે, રાજ્યમાં આવા સ્ટંટબાજો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને વાહનચાલકોને શેફ ડ્રાઇવિંગની સલાહ પણ આવામાં આવી રહી છે, તેમ છતાં રસ્તા પર સ્ટંટની અનેક ઘટનાઓ સામે આવી રહી છે.