મૌલિક ધામેચા / અમદાવાદ : મેઘાણીનગર વિસ્તારમાં તાજેતરમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આ મામલે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી છે. મહત્વનું છે કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, આરોપીએ મંગેતરના યુવક સાથે આડાસંબંધ હોવાની આશંકાને પગલે હત્યા કરી હોવાનું ખુલ્યું છે.ફોટોમાં દેખાતા ઈસમોના નામ છે અલ્પુ પટણી અને સાહીલ પટણી.આ બંને ઈસમોએ પોતાના અન્ય બે કાયદાના સંઘર્ષમાં આવતા મિત્રો સાથે ભેગા મળીને મેઘાણીનગર વિસ્તારમાં રહેતા હિતેશ પટણી નામના યુવકની સરેઆમ હત્યા નિપજાવી હતી. મહત્વનું છે કે આરોપી અલપુ પટણીની મંગેતરના તેના ઘરની પાડોશમાં રહેતા હિતેશ પટણી સાથે આડા સંબંધ હોવાની આશંકાએ યુવકની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુનાખોરી બાબતે હવે અમદાવાદ પણ સુરતનાં રસ્તે? જમાલપુરમાં જાહેરમાં વૃદ્ધની હત્યા


આરોપીએ પોતાના મિત્રોને સમાધાનના નામે રામેશ્વર પાસે કૈલાશ સ્કૂલની બાજુમાં રિક્ષામાં બેસાડી લઈ જઈ હિતેશ પટણીને ચપ્પુના અનેક ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારે આ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને પોલીસે ઝડપી ગુનાનો ભેદ ઉકેલ્યો છે. મહત્વનું છે કે અમદાવાદમાં રથયાત્રા પછીના દિવસે એક જ દિવસમાં 3 હત્યાના બનાવો બનતા પોલીસ દોડતી થઈ હતી. ત્યારે આ ગુનામાં પોલીસે પ્રેમસંબંધમાં હત્યા થઈ હોવાની થિયરીના આધારે જ આરોપી સુધી પહોંચી હતી. 


PM મોદી જે હોટલનું લોકાર્પણ કરવાનાં છે તેની તસ્વીર અને VIDEO જોઇ આંખો અંજાઇ જશે


આરોપી અલપુ પટણી ઠક્કરનગરમાં રહેતો હોવાનું તેમજ અન્ય આરોપી સાહિલ પટણી ચાંદખેડામાં રહેતા હોવાનું અને છૂટક મજૂરી કરતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. ત્યારે હાલ તો આ કિસ્સામાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી કાયદાના સંઘર્ષમાં આવતા કિશોરને પણ ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. આ ગુનામાં પ્રેમસંબંધની આશંકામાં થયેલી હત્યામાં પોલીસે આરોપીઓ પાસેથી હત્યામાં વપરાયેલા છરા, ગુપતી તેમજ ઓટો રીક્ષા કબ્જે કરી છે. પરંતુ ખરેખર આરોપીની મંગેતરને મૃતક હિતેશ સાથે પ્રેમસંબંધ હતો કે કેમ અને હત્યા કરવા પાછળ તે જ કારણ જવાબદાર છે કે અન્ય કોઈ તે દિશામાં મેઘાણીનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube