ઉદય રંજન/અમદાવાદ: પોતના મોજ શોખ પુરા કરવા માટે વાહનની ચોરી કરતા ચેતન પંચાલ નામના એક રીઢા ચોરની અમદાવાદ ક્રાઇમ બ્રાંચે રાણીપ વિસ્તારમાંથી ઝડપી પડેલ છે. પોલીસ ગિરફ્તમાં ઉભેલા શખ્સએ છેલ્લા છ માસમાં જ 11 વાહનનોની ચોરી કરેલ છે. પોતાના મોજ શોખ પુરા કરવા માટે સસ્તા ભાવે વેચી નાખેલાની પોલીસ પાસે કબૂલાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે તપાસમાં 10 વાહનો કબ્જે કરીને 11 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ગુજરાતમાં યુવાધન મોઝ શોખ પૂરા કરવા માટે ગુન્હાહિત પ્રવૃતિઓ તરફ વળી રહ્યા છે. જે એક ચિંતાનો વિષય છે. પોલીસ દ્વારા વાહન ચોરી કરીને મોઝશોખ પૂરા કરતો ચેતન પંચાલ નામના એક રીઢા ગુનેગારને ઝડપી લીધો છે.


અમદાવાદનો કુખ્યાત ગુનેગાર શિવા મહાલિંગમ અંતે આવ્યો પોલીસ પકડમાં



વાહન ચોરીને મોઝશોખ પૂરા કરવા અને પોતાની જરૂરિયાત કરવા પૂરી કરવા માટે અને એશોઆરામથી જીવન જીવવા માટે ગુનો કરી રહેલા યુવાઓ પર પોલીસ દ્વારા બાજ નજર રાખીને વોચ ભરીને આવા ગુનેગારોને ઝડપીને ધરપકડ કરી રહ્યા છે. ગુજરાતનો યુવા મોઝશોખ પૂરા કરવા માટે ચોરી કરી રહ્યા છે. જે પોલીસ માટે ચિંતાનો વિષય છે.