ઉદય રંજન/અમદાવાદ: શહેરના રીવરફ્રન્ટ રોડ પરથી અમદાવાદ એસઓજી ટીમે બાતમીના આધારે જમાલપુર આંબેડકર બ્રિજથી એલિસબ્રિજ તરફ જતા રીવરફ્રન્ટ રોડ પરથી 6 કિલો 740 ગ્રામ જેટલા ગાંજાના જથ્થા સાથે એક યુવકની અટકાયત કરી છે. પોલીસે આ યુવક પાસેથી ગાંજો મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ શરૂ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ પકડમાં આવેલા આ આરોપીનું નામ આરીફ સાજીદભાઇ શેખ છે. જે અમદાવાદ શહેરના ઇમાદ ટાવરની પાસે સરખેજમાં રહે છે. જેની પાસેથી પોલીસે ચોક્કસ બાતમીના આધારે ગેરકાયદેસર ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ઝડપાયેલ આ આરોપીએ બી,કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. અને અગાઉ 2015માં ડીસીબી પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર ખાતે નાર્કોટિક્સના ગુનામાં અને 2017માં નાર્કોટિક્સના ગુન્હામાં બેંગલોર ખાતેથી તેની ધરપકડ કરવામાં આવી હતી.


સુરતમાં ફાયર સેફ્ટી વિભાગનો સપાટો, 16 કોપ્લેક્ષની 1200 જેટલી દુકાનો સીલ



પોલીસ જણાવેલી માહિતી મુંજબ આ આરીફ નામનો આ શખ્શ અગાઉ પણ નશીલા પદાર્થોની હેરાફેરીમાં અનેક વાર ઝડપાઇ ચૂક્યો છે. તેની પૂછપરછમાં ગુજરાતમાં લાવવામાં આવતા નશીલા પદાર્થોનું મોટું રેકેટ પણ ખુલે તેવી શક્યતા છે. અટકાયત કરવામાં આવેલો આરોપી ગાંજો ક્યાંથી લાવ્યો અને ક્યાં આપવાનો હતો તે અંગેની તપાસ શરૂ કરી છે.