અમદાવાદ : શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં મકાનમાં હિસ્સાને વહેંચણી માટે મોટા ભાઇએ નાના ભાઇ સાથે ઝગડો કર્યો હતો. ઝગડો એટલો ઉગ્ર હતો કે નાના ભાઇને પેટમાં છરી મારી દીધી હતી. જેના પગલે તત્કાલ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. બીજી તરફ મોટો ભાઇ તત્કાલ પલાયન થઇ ગયો હતો. આ અંગે કૃષ્ણનગર પોલીસે પાંચ લોકોના હત્યાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ દ્વારા હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પાંચ લોકોની વિરુદ્ધ તપાસ આદરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

100-200 ના પેટ્રોલ માટે રેલીમાં જતા હો તો સાવધાન! હાઇકોર્ટ કોરોના હોસ્પિટલમાં સેવા કરાવશે


અત્રે ઉલ્લેખનીય છે કે, મકાનના હિસ્સા માટે મોટો ભાઇ પિતા સાથે ઝગડો કરી રહ્યો હતો. ત્યારે નાના ભાઇએ વચ્ચે પડીને પિતા સાથે ઝગડો નહી કરવા માટે સમજાવ્યો હતો. જો કે ઉશ્કેરાયેલા મોટા ભાઇએ પોતાના જ સગા ભાઇને છરી મારી દીધી હતી. નરોડાના પ્રેરણા બંગલોઝમાં રહેતા રહીવીલસિંગ કુશ્વાહા તેમના મિત્રના ઘરેથી પરત ફર્યા હતા ત્યારે તેમનો મોટ દિકરો સંગ્રામસિંહ તેનો સાળો કુલદીપસિંહ મિત્રો ઘરે આવ્યા હતા. તેણે પિતા હરીવીલાસિંગને મકાનનો પોતાનો હિસ્સો આપી દેવા માટે જણાવ્યું હતું. જો કે દિલિપસિંગે ગાળો નહી બોલવા માટે જણાવ્યું હતું. 


Ahmedabad: ગુજરાતના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ લંબાવાયો, 15 માર્ચ સુધી યથાવત


જેથી ઉશ્કેરાયેલા કુલદીપસિંગે અચાનક છરી કાઢીને દિલીપસિંગના પેટના ભાગે છરી મારી હતી. જેથી લોહીલુહાણ સ્થિતીમાં જમીન પર પટકાયો હતો. બુમાબુમ કરતા આસપાસ લોકો એકત્ર થઇ ગયા હતા. જેથી સંગ્રામસિંહ, કુલદીપસિંહ અને તેના મિત્રો ત્યાંથી પલાયન થઇ ગયા હતા. બીજી તરફ ઇજાગ્રસ્ત દિલીપસિંહને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. ઘટના અંગે જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. આ અંગે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને તપાસ આદરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube