અમદાવાદ : એન્ટી કરપ્શન બ્યુરો રાજ્યમાં અનેક લાંચિયાઓને ઝડપી રહી છે. ભ્રષ્ટાચારના ઘેનમાં છાકટા થયેલા અનેક બાબુઓને જેલની હવા ખાતા કરી દીધા છે. જો કે હવે એસીબીનાં જ એક પૂર્વ અધિકારી એસીબી દ્વારા ઝડપી લેવાયો છે. પોલીસની સાથે સાથે એક ખાનગી વ્યક્તિ પણ ઝડપાઇ ચુક્યો છે. આ બંન્નેની હાલ અટકાયત કરવામાં આવી છે. ઘટના અંગે મળતી માહિતી અનુસાર 2019માં એસીબીની ગાંધીનગર ઓફીસમાં ફરજ પરના કોન્સ્ટેબલ કનકસિંહ સોલંકી વડનગરના તત્કાલીન મામલતદારને મળવા ગયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાડીમાં હતા ચોર ખાના, પોલીસને લાગ્યું દારૂ હશે પણ અંદરથી જે મળ્યું તે જોઇ આશ્ચર્યચકિત

મામલતદાર વિરુદ્ધ અરજી આવી છે, જેથી અરજીની પતાવટ કરવી હોય તો 10 લાખ રૂપિયા આપવા પડશે તેવી હુલ આપી હતી. જો કે છેલ્લે 3 લાખમાં નક્કી થયું હતું. જો તે તમામ વાતચીત ફોનમાં રેકોર્ડિંગ કરી લીધું હતું. મામલતદાર નિર્દોષ હોવાથી તેને પૈસા આપવાના નહોતા પરંતુ એક લાંચી અધિકારીને જેલ મોકલવાનો નિર્ણય લીધો હતો. રેકોર્ડિંગ સાથે એસીબીનો જ સંપર્ક કર્યો હતો. આ અંગે એસીબીના ઉચ્ચ અધિકારીઓએ તપાસ આધરી હતી. સમગ્ર મુદ્દે તપાસ ચલાવી હતી.


વડોદરા: જે કોરલ પથ્થરને બચાવવા આખુ વિશ્વ કરે છે પ્રયાસ, અહીં ખુલ્લેઆમ વેચાય છે

તપાસ દરમિયાન આરોપી પોલીસ કોન્સ્ટેબલે લાંચની રકમ માંગવા ચાલુ રાખ્યું હતું. જો કે એસીબીએ ટ્રેપ ગોઠવી ત્યારે આરોપી રૂપિયા સ્વિકાર્યા નહોતા. આરોપી કનકસિંહે ફરિયાદીનો નંબર તેને પોતાનાં મિત્ર ભરત રબારીને આપ્યો હતો. તેને પૈસા આપવા માટે જણાવ્યું હતું. આરોપી ભરત પણ નામ બદલી ફરિયાદીઓનો ફોન કરતો હતો. એસીબીએ સાયન્ટિફિક, ફોરેન્સીક દસ્તાવેજો સહિતની ટેક્નોલોજીની મંદદથી બંન્ને આરોપીઓને ઝડપી લીધા હતા. બંન્ને વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube