ઉત્તરાયણની રાત દંપતી પર કાળ બનીને આવી, ગામડી ચોકડી પાસે હિટ એન્ડ રનમાં બંનેનુ મોત
અમદાવાદના અસલાલી ચારસ્તા નજીક આવેલા ગામડી ચોકડી પાસે હિટ એન્ડ રન (hit and run) નો બનાવ બન્યો હતો. બાઇક પર જઈ રહેલા દંપતીનું અજાણ્યા વાહનની અડફેટે કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતું. અકસ્માત (accident) કરીને ફરાર થઈ જનાર શખ્સને પકડી પાડવા માટે મૃતકના પરિવારજનોએ માંગણી કરી હતી, અને ચાર કલાક સુધી રસ્તા પરથી મૃતદેહોનો કબજો લીધો ન હતો. અકસ્માતને પગલે ગામડી ગામે 3 કિલોમીટર સુધી વાહનોનો ચક્કાજામ સર્જાયો હતો.
અતુલ તિવારી/મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદના અસલાલી ચારસ્તા નજીક આવેલા ગામડી ચોકડી પાસે હિટ એન્ડ રન (hit and run) નો બનાવ બન્યો હતો. બાઇક પર જઈ રહેલા દંપતીનું અજાણ્યા વાહનની અડફેટે કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતું. અકસ્માત (accident) કરીને ફરાર થઈ જનાર શખ્સને પકડી પાડવા માટે મૃતકના પરિવારજનોએ માંગણી કરી હતી, અને ચાર કલાક સુધી રસ્તા પરથી મૃતદેહોનો કબજો લીધો ન હતો. અકસ્માતને પગલે ગામડી ગામે 3 કિલોમીટર સુધી વાહનોનો ચક્કાજામ સર્જાયો હતો.
અમદાવાદ (Ahmedabad) ના અસલાલી ચારસ્તા નજીક આવેલા ગામડી ચોકડી પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. મહિજડા ગામનું દંપતી બાઇક પર અસલાલી ચારસ્તા તરફથી ઓઢવ જઈ રહ્યું હતું ત્યારે ગામડી ચોકડી પાસે કોઈ અજાણ્યા વાહને તેમની ગાડીને ટક્કર મારી હતી. જેમાં બાઇક પર જઈ રહેલા દંપતીનું મોત નિપજ્યુ હતું. જોકે, 4 કલાક વીતવા છતાં પણ ઘટનાસ્થળેથી મૃતદેહનો કબજો લેવાની પરિવારજનોએ ના પાડી હતી. જેને પગલે ગામડી ચારરસ્તા પર ટ્રાફિકની અવર જવર થોડા સમય માટે બંધ રહી હતી. ગામડી ચારરસ્તાની બંને તરફ 3 - 3 કિમી વાહનોની લાઈન લાગી હતી.
આ પણ વાંચો : વલસાડના અતુલ સ્ટેશને મોટી દુર્ઘટના ટળી, અગસ્ત ક્રાંતિ ટ્રેન સાથે પિલર ટકરાયો
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી સતત આ રસ્તા પર અકસ્માત થતો હોવાથી સ્થાનિકોમાં તંત્ર સામે રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. ચારસ્તા પર લાગેલા CCTV ફૂટેજમાંથી દંપતીને અડફેટે લેનાર વાહનની ઓળખ આપવા સ્થાનિકો દ્વારા માંગ કરાઈ હતી. અગાઉ 31 ડિસેમ્બરે પણ આ ચોકડી પર અકસ્માતનો બનાવ બન્યો હતો. એ સમયે પણ અકસ્માતના CCTV ફૂટેજ ના મળ્યા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. ગામડી ચારરસ્તા પર લાગેલા CCTV ફૂટેજ બંધ હોવાનો સ્થાનિકો અને પરિવારજનોએ આક્ષેપ મૂક્યો હતો. ત્યારે હવે ફરી ગામડી ચારસ્તા પર જ અકસ્માત સર્જાતા, CCTV ફુટેજ અંગે કોઈ જાણકારી ના આપવામાં આવતા સ્થાનિકોએ મૃતદેહ લેવાની ના પાડી હતી. સ્થાનિકોએ ગામડી ચારસ્તા પર ટ્રાફિક જામ કર્યો હતો.
ગ્રામજનોના વિરોધને પગલે પોલીસનું ઘટનાને લઈને મૌન જોવા મળ્યુ હતું. વટવા પોલીસ સ્ટેશનના પીઆઈને ઘટના અંગે જાણ કરાઈ હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે, 4 કલાક વીતવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી શરૂ કરાઈ ન હતી.
ઉલ્લેખનીય છે કે, ઉત્તરાયણના દિવસે રાજ્યભરમાંથી 108 ઇમરજન્સી સેવા માટે રાત્રે 9 વાગ્યા સુધી 3,367 કોલ આવ્યા હતા. જોકે, ગત વર્ષ કરતા આ વર્ષે 400 જેટલા કોલ વધુ આવ્યા હતા. ગાળામાં દોરી વાગવાના કારણે 248 જેટલા કોલ 108 ઇમરજન્સી સેવા માટે નોંધાયા હતા. દોરી વાગ્યાના 108 ઇમરજન્સી સેવાને સૌથી વધુ અમદાવાદમાં 74, વડોદરામાં 28, રાજકોટમાં 26, સુરતમાં 27 અને ભાવનગરમાં 10 કોલ આવ્યા હતા. આ સિવાય અન્ય જિલ્લાઓમાં સિંગલ ડિજિટમાં કોલ નોંધાયા હતા.