અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમાં એક પોલીસકર્મી  અને હોમગાર્ડ સહિત 9 લોકોના મોત થયા છે. જ્યારે 3 લોકો ઘાયલ થયા છે. આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ. જુઓ કઈ રીતે માતેલા સાંઢ જેવી કારે ત્યાં ઉભેલા લોકોને ઝપેટમાં લઈને ફંગોળી દીધા. કાર ચાલકે લોકોને 25થી 30 ફૂટ દૂર ફંગોળ્યા હતા. મળતી માહિતી મુજબ અમદાવાદના એસજી હાઈવે પર અકસ્માત સર્જાયો હતો જેને જોવા માટે લોકોના ટોળા ભેગા થયા હતા. આ દરમિયાન એક જગુઆર કાર ચાલકે લોકોને અડફેટે લેતા એક પોલીસકર્મી અને હોમગાર્ડ સહિત 9 લોકોના થયા છે. રાત્રે એક વાગ્યાની આસપાસ એસજી હાઈવે પર ઈસ્કોન બ્રિજ પર ડમ્પર અને થાર ગાડીનો અકસ્માત થયો હતો. જેને જોવા માટે લોકો ભેગા થયા હતા. તે સમયે જગુઆર કારે લોકોને અડફેટે લઈ લીધા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૃતકોમાં પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર સિંહ, હોમગાર્ડ નીલેશ ખટીક, તથા બોટાદ અને સુરેન્દ્રનગરના યુવાનો સામેલ છે. અકસ્માત સર્જનાર જગુઆર કાર ચાલકનું નામ તથ્ય પટેલ હોવાનું સામે આવ્યું છે. આ કારમાં એક યુવતી હોવાનું પણ જાણવા મળ્યું છે. કાર કર્ણાવતી તરફથી આવી રહી હતી અને રાજપથ બાજુ જઈ રહી હતી. સ્પીડ અંદાજે 100થી વધુ હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ રોડ પર લોહીના ખાબોચિયા જોવા મળ્યા. મોડી રાતે ડમ્પર અને થાર વચ્ચે થયેલા અકસ્માતને જોવા માટે લોકોના ટોળા વળ્યા હતા. ડમ્પર ચાલક અકસ્માત બાદ ડમ્પર સાથે રફૂચક્કર થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ 9માંથી 6 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. 



અકસ્માત બાદ રોડ પર લોહીના ખાબોચિયા જોવા મળ્યા. મોડી રાતે ડમ્પર અને થાર વચ્ચે થયેલા અકસ્માતને જોવા માટે લોકોના ટોળા વળ્યા હતા. ડમ્પર ચાલક અકસ્માત બાદ ડમ્પર સાથે રફૂચક્કર થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ 9માંથી 6 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.


મૃતકોના નામ


1. નિરવ રામાનુજ ઉંમર-22 -ચાંદલોડિયા
2. અમન કચ્છી ઉંમર 25 - સુરેન્દ્રનગર
3. કૃણાલ કોડિયા ઉંમર 23 વર્ષ - બોટાદ
4. રોનક રાજેશભાઇ વિહલપરા ઉંમર 23 - બોટાદ
5. અરમાન અનિલ વઢવાનિયાં -ઉંમર 21 સુરેન્દ્રનગર
6. અક્ષર ચાવડા - ઉંમર 21 બોટાદ
7. ધર્મેન્દ્રસિંહ -40 વર્ષીય ઉંમર ટ્રાફિક SG2 પોલીસ સ્ટેશન,પોલીસકર્મી
8. નિલેશ ખટિક ઉંમર 38 વર્ષીય, જીવરાજ પાર્ક હોમગાર્ડ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરજ


આ કેસમાં એસજી 2 ટ્રાફિક પીઆઈ વી બી દેસાઈ ફરિયાદી બન્યા છે અને IPC 304, 279, 337, 338, એમવી Act 177, 184 તદઉપરાંત માનવ વધ કલમ 304 અને 279 બેજવાબદારી પૂર્વક વાહન ચલાવવા હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે. ઘટના બાદ સૌથી પહેલાં ઝી 24 કલાકની ટીમ આરોપીના ઘરે પહોંચી હતી. સમગ્ર મામલે ઝી24કલાકની ટીમે આરોપીના પિતા પ્રજ્ઞેશ પટેલ સાથે એક્સક્લુસિવ વાતચીત કરી હતી. ઉલ્લેખનીય છેકે, અકસ્માત બાદ મુખ્ય આરોપી અને કાર ચાલક હાલ તથ્ય પટેલ અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં ડોક્ટરની નીગરાનીમાં સારવાર હેઠળ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કરીને મૃતકોને 4-4 લાખ સહાય અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરી છે. 


ઝી24કલાકના સંવાદદાતા ગૌરવ પટેલે અકસ્માત સર્જનાર આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને જયારે આ ઘટના અંગે સવાલો કર્યા ત્યારે તેમણે આખી ઘટના અંગે વિગતવાર વાતચીત કરી હતી. આરોપીના પિતા પ્રજ્ઞેશ પટેલે ઝી24કલાક સાથેની વાતચીતમાં જણાવ્યુંકે, સૌથી પહેલાં રાત્રે મારી પત્ની પર કોઈનો ફોન આવ્યો હતોકે, તથ્યનો અકસ્માત થયો છે. એટલે મને વાત મળી કે મારા છોકરાને ત્યાં ટોળાએ ઘેરી લીધો છે. હું તાત્કાલિક ત્યાં પહોંચ્યો. લોકો મારા છોકરા સાથે હાથાપાઈ કરી રહ્યાં હતા એટલે હું ત્યાંથી મારા દિકરાને લઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યો. ત્યાંથી નીકળતી વખતે મેં સમગ્ર મામલે સેટેલાઈટ પીઆઈને કોલ કરીને પણ સમગ્ર માહિતી આપી હતી. મેં આ કેસમાં પોલીસને પુરતો સહકાર આપવાની પણ વાત કરી હતી.


તથ્ય સાથે કારમાં કોણ કોણ હતું?
પુરપાટ ઝડપે કાર ચલાવીને લોકોને કચડી નાંખનાર તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે જણાવ્યુંકે, તથ્ય ઘણીવાર આ રીતે પોતાના મિત્રો સાથે બહાર ફરવા જતો હોય છે. એ રીતે કાલે પણ ગયો હતો. તેની સાથે તેની ગાડીમાં બીજા ચાર-પાંચ છોકરા છોકરીઓ પણ હતાં. એ બધા એના ગ્રૂપના ફ્રેન્ડ છે. એનું 20થી વધારે મિત્રોનું ગ્રૂપ છે એટલે કોણ હતા એમને હું ઓળખતો નથી. 


શું અકસ્માત સમયે કારની સ્પીડ 160ની હતી?
તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે જણાવ્યુંકે, હું મારા દિકરાને ઓળખું છું એના પરથી ખબર છે કે અકસ્માત સમયે 100 થી વધારેની સ્પીડ નહોંતી. મેં તેના બીજા મિત્રોને પૂછ્યું પણ હતું તેમણે જણાવ્યુંકે, ના અંકલ આટલી બધી સ્પીડ નહોંતી. મારા અંદાજે 85 થી 90 થી વધારે સ્પીડ હતી જ નહીં. એની કારમાં ઓવર સ્પીડનું બર્ઝર વાગે એનાથી વધારે સ્પીડમાં એ ક્યારેય ગાડી ચલાવતો જ નથી. એટલે 160થી વધારે સ્પીડમાં કાર ચાલતી હતી એ વાત સાવ ખોટી છે. આ પહેલાં તથ્યનો કોઈવાર કોઈ અકસ્માત થયેલો નથી. એ ગાડી બહુ ફાસ્ટ ચલાવતો જ નથી.



શું અકસ્માત સમયે તથ્યએ કોઈ નશો કર્યો હતો?
તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે જણાવ્યુંકે, મારો દિકરો સાવ સીધો-સાદો છે. તેણે પોતાની જિંદગીમાં આજ સુધી ક્યારેય પાન-મસાલો કે સીગારેટ-બીડી પણ પીધાં નથી. દારૂ પીવાનો તો સવાલ જ નથી આવતો. તથ્યએ આજ સુધી ક્યારેય કોઈ નશો કર્યો નથી. તથ્યને કોઈપણ જાતનું કોઈ વ્યસન નથી. એના ગ્રૂપમાં પણ મોટાભાગે કોઈ એવા વ્યસનવાળા લોકો નથી. 


શું દિકરાને બચાવવા તમે લોકોને બંદૂક બતાવી ડરાવ્યાં હતા?
કાર ચાલક આરોપી તથ્યના પિતા અને જાણીતા બિલ્ડર પ્રજ્ઞેશ પટેલે જણાવ્યુંકે, એ બધી વાતો ખોટી બનાવેલી છે. મીડિયા આખી વાતને શું સ્વરૂપ આપે એ મને ખબર નથી. પણ જ્યારે મને અકસ્માતની જાણ થઈ ત્યારે તરત હું રાત્રે ત્યાં સ્થળ પર દોડી આવ્યો હતો. હું ઘટના સ્થળ પર પહોંચ્યો ત્યારે ત્યાં 500 લોકોનું ટોળું હતું. પબ્લિક મારા છોકરાને મારી રહી હતી. તેથી મેં એને છોડાવ્યો. તથ્યને પણ ઈજા પહોંચી હતી. ત્યારે હું પબ્લિક વચ્ચેથી તેને લઈને હોસ્પિટલ લઈ ગયો. મેં કોઈને ઘન કે બંદૂક બતાવી નથી. 



મારા ભૂતકાળ સાથે મારા પુત્રને કોઈ લેવાદેવા નથીઃ પ્રજ્ઞેશ પટેલ
9 લોકોની ગાડી નીચે કચડીને મોતને ઘાટ ઉતારનાર તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલે જણાવ્યુંકે, મારો દિકરો સાવ સીધો સાદો છે. તેને કોઈ વ્યસન પણ નથી. તે ગાડી પણ ધીમે જ ચલાવે છે. મારા ભૂતકાળ સાથે મારા દિકરાને કોઈ લેવાદેવા નથી. અને મારા ભૂતકાળ વિશે હું અત્યારે કોઈ વાત કરવા માંગતો નથી. મારો દિકરો તથ્ય કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. કોલેજ ઓછો જાય છે. ઘરેથી જ અભ્યાસ કરે છે. ઉલ્લેખનીય છેકે, વર્ષ 2020માં રાજકોટમાં થયેલાં ગેંગરેપમાં આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ પણ આરોપી તરીકે સામેલ હતા. જોકે, તેમણે આ મુદ્દે વાત કરવાનો ઈનકાર કરી દીધો હતો.