ઉદય રંજન, અમદાવાદઃ ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે મહિના અગાઉ થયેલ ઘરફોડ ચોરીનો ભેદ અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ઉકેલી નાખ્યો છે. ગ્રામ્ય એલસીબીએ ચોક્કસ બાતમીના આધારે ચાર આરોપીઓની લાખોના મુદામાલ સાથે  ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે પાણીના પાઉચ પરથી આખા ગુનાનો ભેદ ઉકેલાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ ઝડપેલા આરોપીઓના નામ સદ્દામ હુસેન , મુજમ્મિલ મન્સૂરી, માહિર હુસેન મનસુરી, અબ્દુલસા ફકીર છે. આરોપીઓએ ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન હદમાં  આવેલા બેકાટેકરી વિસ્તારમાં એક બંધ મકાનને ટાર્ગેટ કરી ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. આરોપીઓએ સતત બે દિવસ મકાનમાંથી રોકડ તથા સોનાના દાગીના એમ કુલ 10,00000 થી પણ વધુ કિંમતની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.


આ પણ વાંચોઃ હવે સાયન્સ સિટીની મુલાકાત માટે ઓનલાઇન બુકિંગ થઈ શકશે, સરકારે લોન્ચ કરી વેબસાઇટ અને એપ્લીકેશન


આ સમગ્ર ઘટના અંગે ઘર માલિકે  ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે આ ઘટનાની જાણ ગ્રામ્ય એલસીબી થતા પોલીસ તપાસ શરુ કરતા ઘટના સ્થળની પાસે રહેતા સદ્દામ હુસેન મનસુરી ઘરે  આ તમામ આરોપીઓ ચોરી ન મુદ્દામાલના ભાગ પાડવા  ભેગા થયા હોવાની બાતમી મળતાં પોલીસે ચારે આરોપીઓને દબોચી તમામ મુદ્દામાલ રિકવર કરી દીધો હતો. ચોંકાવનારી વાત તો એ છે કે જે ઘરમાં આરોપીઓએ ચોરીને અંજામ આપ્યો હતો તે ઘરમાં થોડાક દિવસ પછી દીકરીના લગ્ન હતા અને મકાન માલિકને કોરોના પોઝિટિવ આવ્યો હોવાથી હોસ્પિટલ માં દાખલ હતાં. અને તે સમય દરમિયાન આરોપીઓએ બંધ મકાનનો લાભ લઇ ઘરમાં રહેલ દીકરીના કરિયાવરના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા


ત્યારે આખા ગુનાનો ભેદ જે ઉકેલાયો એ પણ એક રસપ્રદ બાબત છે. એલસીબી જ્યારે ઘટના સ્થળ પર તપાસ માટે ગઈ હતી. ત્યારે ઘટના સ્થળ પરથી પાણીના અમુક પાઉચ મળી આવ્યા હતા, અને આ જ પાણીના પાઉચ ઘટના સ્થળથી નજીકની એક દુકાનમાં પણ વેચાતા હતા. તેથી એલસીબીને શંકા ગઈ હતી કે આરોપીઓ આ આસપાસના વિસ્તારના જ છે. ત્યારે જ બાતમી મળી હતી કે સદામ સહીતના મિત્રો રોજ આ દુકાન પર બેસતા હતા. આ ચોરીની ઘટના થયા બાદ બેસવાનું બંધ કરી નાખ્યું હતું. જેથી પોલીસની પ્રબળ થતા તમામ આરોપીઓ પર વૉચ ગોઠવતા ઝડપી લેવા માં આવ્યા હતા.


આ પણ વાંચોઃ હવે ધોરણ-10ના વિદ્યાર્થીઓને ગણિતના પેપરમાં મળશે બે વિકલ્પ, જાણો તમામ વિગત


જોકે આ સમગ્ર ઘટનામાં મુખ્ય આરોપી મકસુદ દિવાન જે હાલ વોન્ટેડ છે. પોલીસે મકસુદ ની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે. મકસુદની ધરપકડ બાદ વધુ ચોકાવનારા ખુલાસા સામે આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube