અમદાવાદ:  નાઈપર, અમદાવાદને ભારતની ફાર્મા શિક્ષણ અને સંશોધનની તમામ સંસ્થાઓમાંથી  ટીચીંગ અને લર્નીંગ રિસોર્સ તથા પ્રસાર અને સમાવેશિતા નામના બે પ્રતિષ્ઠિત વિભાગોમાં પ્રથમ નંબરનું રેન્કીંગ પ્રાપ્ત થયું છે. ભારત સરકારના માનવ સંશાધન મંત્રાલયના નેશનલ ઈન્સ્ટિટ્યુશનલ રેન્કીંગ ફ્રેમવર્ક દ્વારા બહાર પાડવામાં આવેલ ઓલ ઈન્ડિયા રેંકીંગ 2018ની તા. 3 ફેબ્રુઆરી, 2018ના રોજ  વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવેડેકરે જાહેરાત કરી હતી. નાઈપર- અમદાવાદને  નેશનલ ઈન્સ્ટિટ્યુશનલ રેન્કીંગ ફ્રેમવર્ક  દ્વારા સમગ્ર ભારતના ફાર્મા  રેંકીંગમાં પ્રથમ નંબરે અને એકંદર રેન્કીંગમાં 14મા નંબરનું સ્થાન હાંસલ કર્યું છે કારણ કે નાઈપર ફાર્મા ફાર્મસી વિભાગમાં NIRF 2018 ranking માં ફાર્મસી વિભાગમાં નવી સંસ્થાઓનું પણ આગમન થતું રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેન્કીંગે વધુ માહિતી આપતાં પ્રો. કિરણ કાલિયાએ જણાવ્યું હતું " બે કેટેગરીમાં ટોચના સ્થાને રહેવા બદલ અને NIRF દ્વારા બહૂમાન બદલ અમે ખૂબ જ સન્માનની લાગણી અનુભવીએ છીએ. અમે અન્ય વિભાગોમાં પણ શ્રેષ્ઠ કામગીરી દર્શાવવા પ્રયત્નશીલ રહીશું. અમને મળેલા સન્માનની સાથે સાથે અમે અમારા અભ્યાસક્રમ અને માળખાગત સુવિધાઓને આગળ ધપાવીશું. " 


નાઈપર, અમદાવાદની સ્થાપના વર્ષ 2007માં  કેમિકલ અને ફર્ટિલાઈઝ મંત્રાલયના ફાર્માસ્યુટિકલ વિભાગ દ્વારા વિઝનરી દર્ષ્ટીકોણથી કરવામાં આવી હતી. બાયોટેકનોલોજી, નેચરલ પ્રોડકટસ અને ફાર્માસ્યુટિકલ્સ જેવાં  3 સ્પેશ્યાલાઈઝેશન સાથે તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સમય જતાં 2010માં તેમાં  ફાર્માસ્યુટિકલ એનાલિસીસ, મેડિસિનલ કેમિસ્ટ્રી અને ફાર્મોકોલોજી જેવાં  3 અન્ય સ્પેશ્યાલાઈઝેશનનો ઉમેરો કરવામાં આવ્યો હતો. તે પછી વર્ષ 2011માં ભારતના મેડિકલ ડિવાઈસ ઉદ્યોગની માંગ સંતોષવા માટે નાઈપર, અમદાવાદના યશમાં વધારો થાય તેવો મેડિકલ ડિવાઈસીસમાં સ્પેશ્યાલાઈઝેશનનો નવો વિભાગ ઉમેરવામાં આવ્યો હતો. 


પ્રો. કિરણ કાલિયાની પ્રેરક આગેવાની હેઠળ સિક્ષણ, સંસોધન અને ઉદ્યોગસાહસિકતા તાલિમમાં પ્રિમિયર સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકેનું આંતરરાષ્ટ્રિય સ્થાન હાંસલ કરવાની મહેચ્છા ધરાવે છે. નાઈપર ખાતે પરસ્પર વિદ્યા શાખાઓના અભ્યાસક્રમો અને સાંસ્કૃતિક વૈવિધ્ય દ્વારા નવતર પ્રકારના સંશોધનમાં તથા તેના વિદ્યારથીઓના સમગ્રલક્ષી વિકાસમાં ઝળકી રહ્યું છે. નાઈપર, અમદાવાદે  ફાર્મા શિક્ષણ અને સંશોધનમાં નવિનીકરણમાં તથા ફાર્માસ્યુટિકલ અને બાયોમેડિકલ સાયન્સીસના નવા યુગ માટે એક સારા લોંન્ચીંગ પ્લેટફોર્મ તરીકે કામ કર્યું છે.