અમદાવાદમાં દારૂના વ્યવસાય માટે ફરી સામે આવી વર્ચસ્વની લડાઇ, ગેંગ વોરમાં થઇ હત્યા
અમદાવાદમાં લતીફ બાદ ફરી એક વખત દારૂ અને જુગારના વ્યવસાય માટે ગેંગ વોર નો જીવતો જાગતો કિસ્સો સામે આવ્યો છે વાત છે અમદાવાદના નારોલ વિસ્તારની જ્યા 10 માસ અગાઉ થયેલ મોતએ તમામ રહસ્યો પરથી પરદો ઉંચકી નાખી ને ગેંગ વોર માં યુવક ની હત્યા થઇ હોવાનું પોલીસ તપાસ માં સામે આવ્યું છે.
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદમાં લતીફ બાદ ફરી એક વખત દારૂ અને જુગારના વ્યવસાય માટે ગેંગ વોર નો જીવતો જાગતો કિસ્સો સામે આવ્યો છે વાત છે અમદાવાદના નારોલ વિસ્તારની જ્યા 10 માસ અગાઉ થયેલ મોતએ તમામ રહસ્યો પરથી પરદો ઉંચકી નાખી ને ગેંગ વોર માં યુવક ની હત્યા થઇ હોવાનું પોલીસ તપાસ માં સામે આવ્યું છે.
આયશા બીબી અને યાકુબ શેખ, સદામ હુસેન , ફિરોજ પઠાણને નારોલ વિસ્તારમાં દારૂ અને જુગારના વ્યવસાયને લઇને છેલ્લા ઘણા સમયથી ઝગડા ચાલી રહયા હતા. બંન્ને ગેંગ એક બીજાની બાતમી પણ પોલીસને આપી રહ્યા હતા. અને જેને લઇને 10 મહિના પહેલા આ ગેંગ આમને સામને આવી ગઈ હતી. અને સામ સામે મારા મારી અને ફાયરિંગ પણ કર્યા હતા.
મહેસાણા પાલિકામાં તૂટી કોંગ્રેસ, 7 નગર સેવકોએ ‘હાથ’ છોડી પકડ્યું કમળ
10 મહિના પહેલા આ બંને ગેંગ પૈકી ના યાકુબ શેખ , સદામ હુસેન , ફિરોજ પઠાણએ આયશા બીબી સાથે મારા મારી કરી અને પછી ફાયરિંગ કરીને ફરાર થયા હતા. ત્યારે જ આયશા બીબીના ગેંગનો સાગરીત સાજીદ શેખ વટવા કેનાલ પાસે મળી ગયો અને મળી ગયાની સાથે જ તેની સાથે આયશા બીબીની સાથે રહે છે તેમ કહી ઝગડો કરી ગોળી મારી દીધી હતી. અને કોઈની હત્યા થઇ છે એ ખ્યાલ ન આવે એ માટેથી ફાયરિંગ કરેલ ખાલી કારતુસ પણ ત્યાંથી લઇને ફરાર થઇ ગયા હતા.
રાજકોટ: પ્રખ્યાત મલ્હાર લોકમેળાનો છેલ્લો દિવસ, 10 લાખ લોકોએ માણી મોજ
હત્યાનો ગુનો છુપવા માટે આરોપીઓએ માસ્ટર પ્લાન આપ્નાવ્યો કે, માત્ર ફાયરિંગના કેસમાં હથિયાર જમા કરાવી માત્ર મારા મારી અને ફાયરિંગનો ગુનો કાબુલી લીધો હતો. જેથી હત્યાના ગુનામાં તેના પર કોઈ શંકા ન કરી પણ પોલીસને બાતમી મળતા કાર્યવાહી હાથ ધરી હતી.
વોટર મેનેજમેન્ટ વિભાગમાં ગુજરાત સતત ત્રીજા વર્ષે પણ પ્રથમ સ્થાને
પોલીસે પુરાવા ભેગા કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે જેતે સમયે પીએમ રિપોર્ટમાં કોઈ પુરાવા ન મળતા હાલ પોલીસે મુર્તક સાજીદ શેખનો મૂર્તદેહ ફરી બહાર કાઢી એફએસએલની મદદથી મૃતદેહમાંથી ગોળી શોધવાના પ્રયાસ હાથ ધાર્યા છે.
જુઓ LIVE TV :