AHMEDABAD: GTU નો 14મો સ્થાપના દિવસ: શિક્ષણ મંત્રી ડિજિટલ માધ્યમથી જોડાયા
ટેક્નિકલ શિક્ષણ ક્ષેત્રે દેશ વિદેશમાં રાજ્યનું નામ ચમકાવનાર ગુજરાતની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી એટલે કે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) આજે 13 વર્ષ પુર્ણ થયા છે. જો કે હાલની કોરોના સ્થિતીને ધ્યાને રાખીને ભુપેન્દ્રસિંહ ડિજિટલ માધ્યમથી જીટીયુના 14માં સ્થાપનાં દિવસની ઉજવણી કરી હતી. જેમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે રાજ્યસભા સાંસદ રામભાઇ મોકરીયા પણ ડિજિટલ માધ્યમથી જોડાયા હતા.
અમદાવાદ : ટેક્નિકલ શિક્ષણ ક્ષેત્રે દેશ વિદેશમાં રાજ્યનું નામ ચમકાવનાર ગુજરાતની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી એટલે કે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) આજે 13 વર્ષ પુર્ણ થયા છે. જો કે હાલની કોરોના સ્થિતીને ધ્યાને રાખીને ભુપેન્દ્રસિંહ ડિજિટલ માધ્યમથી જીટીયુના 14માં સ્થાપનાં દિવસની ઉજવણી કરી હતી. જેમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે રાજ્યસભા સાંસદ રામભાઇ મોકરીયા પણ ડિજિટલ માધ્યમથી જોડાયા હતા.
જીટીયુ કુલપતિ ડો. નવીન શેઠ, કુલસચિવ કે.એન ખેર, જીએસએમએસના ડાયરેક્ટર પંકજ પટેલ, બીઓજી મેમ્બર એસ.ડી પંચાલ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ભૂતપૂર્વ આચાર્ય ડો હિતેશ જાની સહિત અનેક લોકો હાજર રહ્યા હતા. આ પ્રસંગે તમામ મહાનુભવોએ પ્રસંગોચીત્ત ઉદ્બોધન પણ કર્યું હતું.
જીટીયુ દ્વારા કોરોનાના સમયમાં થયેલી કામગીરીમાં જીટીયુનો સહયોગથી માંડીને યુનિવર્સિટીની વિવિધ ઉપલબ્ધી અંગે માહિતી આપવામાં આવી હતી. સરકાર દ્વારા અપાતા સહયોગ, વિદ્યાર્થીઓનાં વિવિધ સ્ટાર્ટઅપ જેવી અનેક સિદ્ધિઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓનો ઉત્સાહન વધાર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube