Ahmedabad News : દેશની રાજધાની દિલ્લીમાં પ્રદૂષણથી કોઈ રાહત નહીં. દિવાળીમાં ફટાકડા ફૂટ્યા બાદ વધેલુ પ્રદૂષણ યથાવત છે. ITO પ્રદૂષણ વેરી પૂર કેટેગરીમાં પહોંચતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. તો દિલ્હી જેવુ જ અમદાવાદ બની ગયુ છે. તેમાં પણ નવા વર્ષે ફૂટેલા ફટાકડા બાદ અમદાવાદની હવા વધુ ઝેરી બની છે. અમદાવાદના જેમ વાતાવરણનો પારો ગગડી રહ્યો છે, તેમ અમદાવાદની હવાનો પારો પણ ગગડી રહ્યો છે. દિવાળી બાદ સ્માર્ટ સિટી હવાનું પ્રદૂષણ વધુ બગડ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં પણ પ્રદૂષિત હવાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ પ્રદુષિત હવા અમદાવાદમાં છે. દિવાળી પહેલા અમદાવાદની હવા પ્રદૂષિત થઈ છે. એર ક્વોલિટી ઈન્ડેક્સમાં વધારો થતા હવા દૂષિત બની છે. અમદાવાદમાં હવા પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. દિવાળી બાદ સ્માર્ટ સીટી અમદાવાદની હવા વધુ પ્રદુષિત બની છે. વસ્ત્રાલથી બોપલ અને નારોલથી નરોડ સુધીની હવા પ્રદુષિત બની છે.
 
અમદાવાદનો AQI 164 પર પહોચ્યો છે. તો ઓવરઓલ અમદાવાદનો PM 2.5 થયો છે. વટવા જીઆઇડીસી વિસ્તાર સૌથી વધારે 171 AQI સાથે સૌથી વધારે પ્રદુષિત બની છે. કઠવાડા અને મણિનગર 169 AQI સાથે બીજા નંબર પર છે. સામાન્ય રીતે સૌથી વધારે AQI ધરાવતો પીરાણા અને ગ્યાસપુર વિસ્તારમાં 168 AQI પર પહોંચ્યો છે. અમદાવાદના તમામ વિસ્તારનો AQI 150ને પાર થયો છે. 


AQI 150ની ઉપર જતાં પ્રદુષિત હવાને ધ્યાને રાખી પુઅર કેટેગરીમાં મુકવામાં આવ્યું છે. શ્વાસ સંબંધી દર્દીઓ બાળકો, વૃધ્ધા, હૃદય અને ફેફસાના દર્દીઓને તકલીફો થઇ શકે છે. તો બીજી તરફ, અમદાવાદમાં એઆઇક્યુ દર્શાવતા એલઇડી બોર્ડ લાંબા સમયથી બંધ સ્થિતિમાં છે. નાગરિકો હવાની સ્થિતિની સાચી પરિસ્થિતિ નથી જાણી શક્તા. 


હવામાં પ્રદૂષણની માત્રા
ગુજરાત જેમ જેમ વિકાસની હરણફાળ ભરી રહ્યુ છે તેમતેમ ગુજરાતમાં રહેવુ મુશ્કેલ બની રહ્યું છે. એક તરફ મોંઘવારીને કારણે રહેવુ મોંઘું, તો બીજી તરફ શ્વાસ લેવું પણ મુશ્કેલ બન્યું છે. ઉદ્યોગોની ચીમનીઓ ધુમાડો ઓકી રહી છે. જેને કારણે હવામાં પ્રદૂષણ વધ્યું છે. 80 થી 120 ઈન્ડેક્સ હોય તો એવરેજ નબળી અને 120 થી 300 ઈન્ડેક્સ હોય તો અત્યંત નબળી કેટેગરી ગણવામાં આવે છે.