ગોલ્ડ સ્મગલિંગનું સ્વર્ગ બન્યું અમદાવાદ: દેશમાં ચોથા ક્રમેછે આપણું એરપોર્ટ
કસ્ટમ વિભાગ દ્વારા અમદાવાદ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. 2019માં અત્યાર સુધીમાં ગોલ્ડ સ્મગલિંગમાં 60 લોકો પર સ્મગલિંગનાં કેસ નોંધાયા છે. આ કેસમાં ઝડપાયેલા સોનાની કિંમત આશરે 57 કરોડ રૂપિયા (હાલની બજાર કિંમત) થાય છે. આ ઉપરાંત સુરતમાં પણ 40 કેસ નોંધાયા છે. સુરતમાં કુલ 14 કરોડ રૂપિયાનું સોનુ જપ્ત કરવામાં આવ્યું છે.
અમદાવાદ : કસ્ટમ વિભાગ દ્વારા અમદાવાદ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. 2019માં અત્યાર સુધીમાં ગોલ્ડ સ્મગલિંગમાં 60 લોકો પર સ્મગલિંગનાં કેસ નોંધાયા છે. આ કેસમાં ઝડપાયેલા સોનાની કિંમત આશરે 57 કરોડ રૂપિયા (હાલની બજાર કિંમત) થાય છે. આ ઉપરાંત સુરતમાં પણ 40 કેસ નોંધાયા છે. સુરતમાં કુલ 14 કરોડ રૂપિયાનું સોનુ જપ્ત કરવામાં આવ્યું છે.
સુરત : દુકાનના સ્ટાફને વાતોમાં રાખીને આ મહિલાએ શિફતપૂર્વક 1 લાખની સોનાની ચેઈન ચોરી
જો કે આ તમામ બાબતો વચ્ચે સ્પાઇસ જેટ એરલાઇન્સની ફ્લાઇટની સીટ નીચેથી સોનું ઝડપાયું છે. જેમાં હજી સુધી કોઇ વ્યક્તિ ઝડપાયું નથી, પરંતુ સ્પાઇસ જેટના કર્મચારીઓની પુછપરછ ચાલી રહી છે. સીટ નીચે સોનુ ક્યાંથી આવ્યું. શું તે કોઇ પ્રવાસી લાવ્યો હતો કે કર્મચારીઓ તે અંગે પણ તપાસ ચાલી રહી છે. મોટે ભાગે દુબઇ, બેંકોક, કુવૈત, ઓમાનથી ગોલ્ડનું સ્મગલિંગ થતું હોય છે. અમદાવાદ, દિલ્હી, મુંબઇના એરપોર્ટ પર સોનુ ઘુસાડવાનો પ્રયાસ થાય છે. સ્મગલિંગનાં કેસમાં અમદાવાદ ચોથા ક્રમાંકે છે. સહુથી વધારે મુંબઇ, કેરાલા અને ચેન્નાઇથી સ્મગલિંગ થાય છે.
ઓનેસ્ટ રેસ્ટોરન્ટમાંથી ઓનલાઈન ઓર્ડર કર્યો, તો ‘જીવડા’વાળી પાવભાજી આવી
રામ મંદિરનું ભવ્ય અને વિશાળ બાંધકામ પરંતું ક્યાંય સિમેન્ટ કે લોખંડનો ઉપયોગ નહી !
ચાલુ વર્ષે અમદાવાદમાંથી 25 અને સુરતમાંથી 1 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. વર્ષ 2018-19માં 1 કરોડ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો હતો. અમદાવાદમાં 24 કિલો સોનું તો માત્ર જુન મહિનામાં જ ઝડપાયું છે. જો કે કસ્ટમની તપાસમાં અન્ય એક ચોંકાવનારૂ તથ્ય સામે આવ્યું છે કે, 18 કિલો સોનુ રાજકોટ મોકલાયું હતું. મુખ્ય આરોપી ઋતુંગા ત્રિવેદી હાલ જેલમાં છે. અન્ય 6 પણ જેલમાં છે. આ અંગે હજી પણ તપાસ ચાલી રહી છે.