અમિત રાજપૂત/અમદાવાદ :આજે 7 નવેમ્બરે અમદાવાદ એરપોર્ટનું સંચાલન અદાણી ગ્રુપને સોંપાયું છે. આજથી અદાણી ગ્રૂપ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડનું 50 વર્ષ માટે સંચાલન કરશે. શુક્રવારની મધ્યરાત્રિથી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Ahmedabad airport) નું સંચાલન અદાણી ગ્રૂપે (adani group) પોતાના હાથમાં લઈ લીધું છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ શુક્રવારે એક નિવેદનમાં આ માહિતી આપી છે. તો આ માટે અમદાવાદ એરપોર્ટને શણગારવામાં આવ્યું છે. ડોમેસ્ટિક, ઇન્ટરનેશનલ અને કાર્ગો એરિયામાં પણ અદાણી ગ્રૂપના પોસ્ટર પણ લાગાવવામાં આવ્યા છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓથોરિટીએ કહ્યું કે, ગુજરાતના અમદાવાદ એરપોર્ટન અંગત હાથમાં સોંપવાની પ્રોસેસને શુક્રવારે પૂરી કરી લીધી છે. આજે મધ્યરાત્રિએ એરપોર્ટનું સંચાન અદાણી ગ્રૂપને સોંપવા પર એક કાર્યક્રમ કરવામાં આવશે. તો ટ્વિટર પર ઓથોરિટી અને અદાણી ગ્રૂપના અધિકારીઓને દસ્તાવેજ હસ્તાક્ષર કરવાની તસવીરો પણ શેર કરવામાં આવી છે. આજથી 50 વર્ષ સુધી અદાણી ગ્રુપ સંચાલન કરશે. ત્યારે અદાણી ગ્રૂપ દ્વારા એરપોર્ટના વિકાસ માટે સુવિધાઓ વધારવામાં આવશે.


અદાણી ગ્રૂપ શું શું બદલાવ કરશે


  • રનવેનું નવીનીકરણ

  • ટર્મિનલની બહાર મુસાફરો માટે સુવિધા વધારવામાં આવશે

  • પીક એન્ડ ડ્રોપની સુવિધાઓ પણ વધારવામાં આવશે

  • ત્રણ વર્ષ બાદ અદાણી ગ્રુપના કર્મચારીઓ સ્વતંત્ર રીતે સંચાલન કરશે

  • અમદાવાદ એરપોર્ટ પર 126 જેટલા પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ પણ તૈનાત કરવામાં આવશે



ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2019માં કેન્દ્ર સરકારે 6 મુખ્ય એરપોર્ટનું ખાનગીકરણ કર્યું હતુ. તેમાં લખનઉ, અમદાવાદ, જયપુર, મેંગલુરુ, થિરુવનંતપુરમ અને ગુવાહાટી એરપોર્ટ સામેલ છે. એક પ્રતિસ્પર્ધી બોલી પ્રોસેસ બાદ અદાણી ગ્રૂપને ત્રણ એરપોર્ટ ચલાવવાનો અધિકાર મળ્યો હતો. એરપોર્ટ ઓથોરિટી દ્વારા અદાણી ગ્રૂપને અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ, લખનઉ એરપોર્ટ અને મેંગલુરુ એરપોર્ટ સોંપાયા છે. જેના પર મોડી રાત્રે હસ્તાક્ષર કરાયા.